અમેરિકામાં ઘાતક બીમારી બ્યુબોનિક પ્લેગનું વધતું જોખમ

ન્યુ યોર્કઃ અમેરિકામાં અલાસ્કાપોક્સનો કેસ આવ્યા પછી હવે અહીં બ્યુબોનિક પ્લેગનો પહેલો કેસ સામે આવ્યો છે. આ બીમારી અમેરિકામાં ઓરેગોન રાજ્યમાં બ્લેક ડેથને નામે જાણીતી છે. આ બ્યુબોનિક પ્લેગ એવી ઘાતક બીમારી છે કે એક વાર પ્રસરી જાય તો વિશ્વની અડધી વસતિ સાફ થઈ જાય. રાજ્યમાં 2005 પછી સૌપ્રથમ વાર એક સ્થાનિક રહેવાસરીમાં બ્યુબોનિક પ્લેગનો કેસ નોંધવામાં આવ્યો છે. આશંકા છે કે એ બીમારી કોઈ બીમાર પાલતુ બિલાડીથી ફેલાઈ છે. આ બીમારીમાં બિલાડી અને વ્યક્તિની સારવાર શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બિલાડીને બચાવી નહીં શકાઈ.

વર્ષ 1346 અને 1353ની વચ્ચે યુરોપમાં બ્યુબોનિક પ્લેગથી પાંચ કરોડ લોકોનાં મોત થયાં હતાં. એ બીમારીને બ્લેક ડેથ નામે પણ ઓળખવામાં આવે છે.

બ્યુબોનિક પ્લેગ એક એવી બીમારી છે, જે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થાય છે. એ ખાસ પ્રકારના જીવાણુ, યેર્સિનિયા પેસ્ટિસથી સંક્રમિત થવાને કારણે થાય છે. માનશરીરમાં પ્રાણીઓ દ્વારા બચકાં ભરવાને કારણે એ પ્રસરે છે. પ્રાણીઓનાં શરીરમાં પ્લેગ હાજર રહે છે, જ્યારે માનવના સંપર્કમાં એ આવે છે, ત્યારે બહુ સરળતાથી એનું સંક્રમણી તેમના સુધી પહોંચી જાય છે. એ ઇન્ફેક્શન પિસ્સુ એટલે કે ટિક્સને કારણે વ્યક્તિઓમાં ફેલાય છે. ઉંદરો સિવાય ખિસકોલી કે પાલતુ પ્રાણીની રૂંવાટીમાંના બેક્ટેરિયાથી વ્યક્તિઓમાં પણ ફેલાય છે. બ્યુબોનિક પ્લેગની બીમારીમાં માથામાં દર્દ, ઠંડી લાગવી, અચનક તેજ તાવ, હાથ-પગમાં દર્દ અને માંસપેશીઓમાં દર્દની ફરિયાદ રહે છે.