બેંગકોંગઃ ઘણાં લોકો પોતે કમાયેલા પૈસાથી પોતાના માટે BMW કે અન્ય લક્ઝરી કાર ખરીદી હશે અને કેટલાક લોકોનો ગોલ પણ હશે કે મારે, મેં જાતે કમાયેલા પૈસાથી એક લક્ઝુરીયસ કાર ખરીદવી છે. સામાન્ય રીતે મોટા પગારની નોકરી કર્યા બાદ 30 થી 40 વર્ષની ઉંમરમાં પોતાના માટે એક સારી કાર લોકો ખરીદી શકે છે. પરંતુ એક બાળકીએ પોતાના 12માં જન્મદિવસ પર પોતાને જ BMWની કાર ભેટમાં આપી છે, જેને તે પોતે ચલાવી શકે છે.
થાઈલેન્ડના ચૈંટાબુરીમાં રહેનારી આ 12 વર્ષની બાળકીનું નામ નેતહનાન છે, જે પ્રોફેશનલી મેકઅપ આર્ટિસ્ટ છે. નેતહનાન લંડન ફેશન વીક 2018માં પણ ભાગ લઈ ચૂકી છે. તે લંડન ફેશન વીકમાં મેકઅપ કરનારી સૌથી નાની ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.
નેતહેનાને પોતાના 12માં જન્મ દિવસ પર પોતાને જ BMW Sedan કાર ગીફ્ટ કરી. ફેસબુક પર પોતાની પોસ્ટને શેર કરતા નેતહનાને લખ્યું કે, ‘Happy birthday to me. i will be 12 years old this year. i am very grateful for everything I have so far and i’m thankful to my fans for supporting me. Thanks for all the well wishes, i wish everyone the same as well!
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બાદ ખૂબ કમેન્ટ્સ આવી રહી છે. કોઈ કહે છે કે અમે હજી સુધી લક્ઝરીની વાત તો દૂર પણ એક સામાન્ય કાર પણ નથી ખરીદી શક્યાં. તો કોઈએ કહ્યું કે જ્યારે અમે 12 વર્ષના હતાં ત્યારે ઢીંગલાં-ઢીંગલીની રમતો રમતાં હતાં.
ત્યારે આ 12 વર્ષની દિકરીએ 3 વર્ષની ઉંમર પહેલાં જ યૂટ્યૂબની મદદથી મેકઅપ કરવાનું શીખી લીધું હતું. અને હવે આ દીકરીની ચર્ચા આખી દુનિયામાં છે.