બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી T20 મેચમાં ભારતીય મહિલા ટીમને હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેમ છતાં હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ 3 T20 શ્રેણીની પ્રથમ અને બીજી મેચમાં યજમાન બાંગ્લાદેશની ટીમને હરાવ્યું હતું. બાંગ્લાદેશને જીતવા માટે 103 રનનો ટાર્ગેટ હતો. આ ટીમે 18.1 ઓવરમાં 6 વિકેટે 103 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
𝗪.𝗜.𝗡.𝗡.𝗘.𝗥.𝗦! 🏆
Congratulations #TeamIndia on winning the T20I series 2️⃣-1️⃣ 👏👏#BANvIND pic.twitter.com/MTQqGSLKO2
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
શમીમા સુલ્તાનાએ શાનદાર ઇનિંગ રમી હતી
બાંગ્લાદેશ તરફથી શમીમા સુલતાને સૌથી વધુ રન બનાવ્યા હતા. શમીમા સુલ્તાનાએ 46 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જો કે આ સિવાય બાંગ્લાદેશના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. પરંતુ લક્ષ્ય મોટું ન હોવાથી યજમાન ટીમને શ્રેણીની પ્રથમ જીત મળી હતી. ભારતીય બોલરોની વાત કરીએ તો મીનુ મણિ અને દેવિકા વૈદને 2-2 સફળતા મળી હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્સે 1 વિકેટ પોતાના નામે કરી હતી.
For scoring 94 runs in 3 matches and leading #TeamIndia to series victory, Captain @ImHarmanpreet is adjudged Player of the Series. 👏👏 #BANvIND pic.twitter.com/d0QPPreU4J
— BCCI Women (@BCCIWomen) July 13, 2023
હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
આ પહેલા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 102 રન જ બનાવી શકી હતી. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે 41 બોલમાં સૌથી વધુ 40 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્સે 26 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના 7 બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા. બાંગ્લાદેશ તરફથી રાબિયા સુલ્તાને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે સુલતાના ખાતૂને 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય નાહિદા અખ્તર, ફાહિમા ખાતૂન અને શોર્ના અખ્તરને 1-1થી સફળતા મળી હતી.
Bangladesh win the 3rd T20I by 4 wickets.
Congratulations to #TeamIndia on winning the T20I series 2️⃣-1️⃣ 👏👏
Details – https://t.co/oQCRpGtQu9 pic.twitter.com/o6h4TtqYJD
— BCCI Women (@BCCIWomen) July 13, 2023