IND vs SL : ત્રીજી ટી20માં ભારતે શ્રીલંકા સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમો આજે ત્રીજી અને નિર્ણાયક T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આમને-સામને છે. આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમો હાલમાં એક-એક મેચ જીતીને સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. રાજકોટમાં વિજેતા ટીમ સિરીઝ જીતશે. વર્તમાન એશિયન ચેમ્પિયન શ્રીલંકાએ બીજી T20 જીતીને ભારત માટે ખતરાની ઘંટડી વગાડી છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા અને કંપની માટે શ્રેણી બચાવવા મુશ્કેલ પડકાર છે. જો કે પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમે એકપણ શ્રેણી ગુમાવી નથી.ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારત આ મેદાન પર અત્યાર સુધી 4 T20 મેચ રમી ચુક્યું છે જેમાંથી તેણે 3માં જીત મેળવી છે જ્યારે એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર પ્રથમ વખત શ્રીલંકાની ટીમ T20 ઈન્ટરનેશનલ મેચ રમવા આવી છે. ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં રમાયેલી પ્રથમ T20માં મહેમાનોને 2 રને હરાવ્યું હતું જ્યારે પુણેમાં રમાયેલી બીજી T20 મેચ શ્રીલંકાએ 16 રને જીતી હતી.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન – પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, ધનંજયા ડી સિલ્વા, ચરિત અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, ચમકા કરુણારત્ને, મહેશ થીકશાના, કસુન રાજીથા અને ડી.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન – ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો :