ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ પર છે. ઇંગ્લિશ ટીમને ભારતમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે 25 જાન્યુઆરીને ગુરુવારથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાશે. ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ માટે સિનિયર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને તેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી. પીચને ધ્યાનમાં રાખીને બેન સ્ટોક્સે અંતિમ અગિયારમાં બે સ્પિનરોનો સમાવેશ કર્યો છે. આ સિવાય હેરી બ્રુકની જગ્યાએ બેન ફોક્સને તક મળી છે.
We’ve named our XI for the first Test in Hyderabad! 🏏
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket
— England Cricket (@englandcricket) January 24, 2024
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો જેક ક્રાઉલી અને બેન ડકેટ દાવની શરૂઆત કરશે. આ પછી ઓલી પોપ અને પછી અનુભવી બેટ્સમેન જો રૂટ રમતા જોવા મળશે. જોની બેયરસ્ટો પાંચમા નંબરે રમશે. જોકે તેની પાસે વિકેટકીપિંગની જવાબદારી રહેશે નહીં. આવી સ્થિતિમાં તે બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. ત્યારબાદ સ્ટોક્સ કેપ્ટન તરીકે આવશે. સ્ટોક્સ આ સમગ્ર શ્રેણીમાં છઠ્ઠા નંબર પર જ રમતા જોવા મળી શકે છે. આ પછી વિકેટકીપર બેન ફોક્સ રમશે. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ સાત બેટ્સમેન સાથે પ્રથમ ટેસ્ટમાં ઉતરશે.
— England Cricket (@englandcricket) January 24, 2024
ઈંગ્લેન્ડની ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે
હૈદરાબાદમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લિશ ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. તેમાં લેગ સ્પિનર રેહાન અહેમદ, લેફ્ટ આર્મ ઓફ સ્પિનર જેક લીચ અને યુવા ટોમ હાર્ટલીનો સમાવેશ થાય છે. ટોમ હાર્ટલી હૈદરાબાદમાં ડેબ્યૂ કરશે. આશ્ચર્યની વાત એ છે કે ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ માટે ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર માર્ક વૂડનો સમાવેશ કર્યો છે. તેની સાથે બેન સ્ટોક્સ બીજા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે.
📩 𝗙𝗿𝗼𝗺: Team photographer
📎 𝗦𝘂𝗯𝗷𝗲𝗰𝘁: New headshots just dropped!📸 The latest pictures from the boys in India are in 👇 pic.twitter.com/veUuX2KdFG
— England Cricket (@englandcricket) January 24, 2024
પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, જેક લીચ અને માર્ક વુડ.