ઈમરાન ખાન જેલમાં કેદ, PTIનો વિરોધ, PM શાહબાઝની પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN) એ ઈમરાન ખાનની ધરપકડ પર કહ્યું કે તે રાજનીતિથી પ્રેરિત નથી. તોશાખાના કેસમાં કોર્ટે તેને જેલની સજા ફટકારી છે. આ પછી જ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના પીએમ શેહબાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના કાર્યકરો ઈમરાન ખાનની ધરપકડની ઉજવણી કરવા જોહર ટાઉનમાં એકઠા થયા હતા. પીએમએલ-એન લાહોરના પ્રમુખ સૈફ ખોખર અને પાર્ટીના અન્ય પદાધિકારીઓએ કાર્યકરોને મીઠાઈઓ વહેંચી હતી.


લાહોરમાં સુરક્ષા વધારી દેવામાં આવી, વિવિધ સ્થળોએ પોલીસ ફોર્સ તૈનાત

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર લાહોરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તમામ મુખ્ય માર્ગો અને ઈમારતો પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પંજાબ પ્રાંતમાં સૈન્ય સ્થાપનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્ટોનમેન્ટ તરફ જતા રસ્તાઓ પર પણ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.


પીટીઆઈએ લોકોને કહ્યું- ઈમરાન ખાનની ધરપકડ સામે ચૂપ ન રહો

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ ઈમરાન ખાનના સમર્થકોને ચૂપ ન રહેવા કહ્યું છે. પીટીઆઈએ લોકોને તેમના અધિકારો અને સ્વતંત્રતા માટે આગળ આવવા અપીલ કરી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પોલીસ ઈસ્લામાબાદ લઈ આવી છે. આ પછી ખાનને કડક સુરક્ષા હેઠળ એટોક જેલમાં રાખવામાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પોલીસ ઈસ્લામાબાદ લઈ આવી છે. આ પછી ખાનને કડક સુરક્ષા હેઠળ એટોક જેલમાં રાખવામાં આવ્યો છે.