ગાંધીનગર: 22 ડિસેમ્બર, 2023 ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ માટે 56મી ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટનું સમાપન થયું. શુક્રવારે સાંજે યોજાયેલ સમાપન સમારોહમાં ટીમની સહાનુભૂતિ અને ખેલદિલી જોવા મળી હતી. ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડી રચના પટેલ કે જેમણે એશિયન પેરા ગેમ્સમાં પેરા બેડમિન્ટન મહિલા ડબલ્સ SH6 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા અને તેમને મોટા સપના જોવા અને તેમના ધ્યેયોને અનુસરવામાં ક્યારેય હાર ન માનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તો બીજી તરફ 98.3 ના સર્વોચ્ચ સ્કોર સાથે IIT મદ્રાસે વિદ્યાર્થીઓ માટે ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટ 2023 ની એકંદર સામાન્ય ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી. તેઓએ 2011 માં પછી ફરીથી ટાઇટલ જીત્યું છે અને 1961 માં ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટની શરૂઆત પછી 24મી વખત જીત મેળવી છે. IIT મદ્રાસે મહિલા વર્ગમાં જનરલ ચેમ્પિયનશિપ ટ્રોફી પણ જીતી અને IIT રૂરકીએ પુરુષોની શ્રેણીમાં જનરલ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી હતી.
IITGN ના ડિરેક્ટર અને ઇન્ટર IIT સ્પોર્ટ્સ બોર્ડના અધ્યક્ષ પ્રોફેસર રજત મૂના, પ્રોફેસર શિવપ્રિયા કિરુબાકરન, IITGN ખાતે વિદ્યાર્થી બાબતોના ડીન અને ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટ 2023ની આયોજક સમિતિના અધ્યક્ષ પ્રોફેસર અભિજીત મિશ્રા, IITGN ખાતે રમતગમતના વડા અને ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટ 2023ના કન્વીનર દિનેશ પરમાર, IITGN ખાતે વરિષ્ઠ શારીરિક તાલીમ પ્રશિક્ષક દ્વારા વિવિધ કેટેગરીમાં વિજેતાઓને મેડલ અને ટ્રોફી અર્પણ કરી અને એડ્રેનાલિન-ચાર્જ્ડ ગેમ્સ દરમિયાન તમામ ટીમો દ્વારા પ્રદર્શિત કરાયેલ ખેલદિલીની પ્રશંસા કરી હતી.
વિદ્યાર્થીઓ માટે 56મી ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટ IIT ગાંધીનગર અને IIT બોમ્બે દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી હતી. IITGN ખાતે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 14 ડિસેમ્બર, 2023 ના રોજ ભારતીય ક્રિકેટર પ્રિયાંક પંચાલની હાજરીમાં મુખ્ય અતિથિ તરીકે કરવામાં આવ્યું હતું. તમામ 23 IIT ના 1500 થી વધુ વિદ્યાર્થીઓએ અનેક રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, એટલે કે એથ્લેટિક્સ, ફૂટબોલ, ક્રિકેટ, સ્ક્વોશ, ચેસ અને ટેનિસ સહિતની રમતનો સમાવેશ હતો IITGN ના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું.
28મી ઇન્ટર IIT સ્ટાફ મીટ 24 ડિસેમ્બર, 2023 ના રોજ IITGN ખાતે શરૂ થવાની છે. IITGN ના 65 સ્ટાફ સભ્યો સહિત લગભગ 1500 સ્ટાફ સભ્યો નવ પ્રકારની રમતગમતની ઇવેન્ટમાં એકબીજાનો સામનો કરશે એટલે કે એથ્લેટિક્સ, ફૂટબોલ, ક્રિકેટ, સ્ક્વોશ, બાસ્કેટબોલ, ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સહિતનો સમાવેશ થશે.