કેજરીવાલના બંગલામાં ફર્નિચરથી લઈને ક્રોકરી મેં ખરીદ્યા, 28 લાખના તકીયા, સુકેશે કર્યો ચોંકાવનારો ખુલાસો

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખર ઘણીવાર બે મુદ્દાઓને લઈને સમાચારમાં રહે છે. એક લેફ્ટનન્ટ ગવર્નરને બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ વિરુદ્ધ પત્ર લખીને અને બીજો દિલ્હી સરકાર વિરુદ્ધ. ફરી એકવાર, સુકેશે રાજ્યપાલ વીકે સક્સેનાને પત્ર લખીને કહ્યું છે કે તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશન માટે ફર્નિચરથી લઈને ક્રોકરી સુધીના તમામ પૈસા આપ્યા છે. સુકેશે પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે કેજરીવાલના બંગલામાં લાગેલું ફર્નિચર સત્યેન્દ્ર જૈન અને કેજરીવાલે પોતે પસંદ કર્યું હતું. મેં તેમના ફોટા મુખ્યમંત્રી અને જૈનના મોબાઈલ પર વોટ્સએપ અને ફેસ ટાઈમ ચેટ દ્વારા મોકલ્યા હતા.

પત્રમાં સુકેશે તે તમામ વસ્તુઓની વિગતો આપી છે જે તેના કહેવા પ્રમાણે તેણે કેજરીવાલ માટે ખરીદી હતી. તેમાં ઓલિવ ગ્રીન કલરનું 12 સીટર ડાઇનિંગ ટેબલ છે જેની કિંમત 45 લાખ રૂપિયા છે.

  • કેજરીવાલ અને તેમના બાળકોના બેડરૂમ માટે 34 લાખ રૂપિયાનું ડ્રેસિંગ ટેબલ.
  • 18 લાખની કિંમતના સાત અરીસા.
  • 28 લાખની કિંમતના 30 નંગ ગાદલા.
  • પામરાઈની 45 લાખની કિંમતની ત્રણ દિવાલ ઘડિયાળો.

સુકેશે પત્રમાં દાવો કર્યો છે કે તેણે આ તમામ સામાનનું બિલ ચૂકવી દીધું છે. તમામ ફર્નિચર સીધું કેજરીવાલની ઓફિસમાં મોકલવામાં આવ્યું હતું, જ્યાંથી મારા સ્ટાફ ઋષભ શેટ્ટીએ તેને તેમના નિવાસસ્થાને ઇન્સ્ટોલ કર્યું હતું. આ તમામ ઇટાલી અને ફ્રાન્સથી આયાત કરવામાં આવ્યા હતા. તમામ ચૂકવણી મારી પેઢી ન્યૂ એક્સપ્રેસ પોસ્ટ અને એલએસ ફિશરીઝ દ્વારા કરવામાં આવી હતી. હું તપાસ એજન્સીને આના પુરાવા પણ આપી શકું છું, મારી કેજરીવાલ અને સિસોદિયા સાથે વોટ્સએપ ચેટ છે.