વોશિંગ્ટનમાં થયેલા ગોળીબારમાં હૈદરાબાદના યુવકનું મોત

વોશિંગ્ટનઃ અમેરિકાના વોશિંગ્ટનમાં ગોળીબારની ઘટનામાં હૈદરાબાદના એક યુવકનું મોત થયું છે. મૃતકનું નામ રવિતેજ છે, જે હૈદરાબાદના આરકે પુરમનો રહેવાસી છે. તે વર્ષ 2022ના માર્ચમાં અમેરિકા આવ્યો હતો અને માસ્ટર્સનો અભ્યાસ કરીને નોકરીની શોધમાં હતો. આ ઘટના પછી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એમના પિતા પણ દીકરાના મોતના સમાચાર સાંભળી ભાંગી પડ્યા છે.

અમેરિકામાં રવિતેજ હૈદરાબાદથી BBAનો અભ્યાસ કરીને અમેરિકામાં MBA કરવા ગયેલા રવિ તેજની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.  આ ઘટના વોશિંગ્ટન ડીસીમાં બની છે.

દીકરાના મોતના સમાચાર મળ્યા પછી તેના પિતાએ જણાવ્યું હતું કે આ ઘટનાક્રમ અંગે હું કોઈની સાથે પણ કશુ શેર નહીં કરી શકું. આવી પરિસ્થિતિ કોઈની સામે ન આવે એવા જ વિચારો આવી રહ્યા છે. મારો દીકરો અમેરિકા જે ઉત્સાહથી ગયો હતો અને જેવી રીતે પરત આવશે એ જોઈને ઘણું દુઃખ થઈ રહ્યું છે.

આ ફાયરિંગના ઘટનાક્રમ અંગે હજુ સુધી વિગતવાર માહિતી નથી. સ્થાનિક સત્તાવાળા તરફથી માહિતી મળવી બાકી છે આગામી દિવસોમાં વોશિંગ્ટનમાં થયેલી ગોળીબારીની ઘટના અને રવિ તેજના મૃત્યુ અંગે વધુ અપડેટ્સ સામે આવશે. આ અંગે ઓથોરિટીએ તપાસ શરૂ કરી દીધી છે. શિકાગોમાં આવેલા ઈન્ડિયન મિશને જણાવ્યું હતું કે ભારતીય યુવકની હત્યાના સમાચાર મળતાં જ અમને પણ ઘણો શોક લાગ્યો છે. અમે હુમલાખોર સામે તાત્કાલિક અને કડક પગલા ભરાય એવી માગ કરી રહ્યા છીએ. કોન્સ્યુલેટ પણ મૃતક ભારતીય યુવકના પરિવાર સાથે સતત સંપર્કમાં છે.