કુપોષણ સામે લડવા, સ્વાસ્થ્ય સુવિધામાં સુધારો કરવા ‘વૃદ્ધિ’ પ્રોજેક્ટ

ઓખામંડળઃ ટાટા કેમિકલ્સ લિમિટેડની CSR શાખા, ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (TCSRD)એ અમલીકરણકર્તા ભાગીદાર નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એક પ્રોજેક્ટ ‘વૃદ્ધિ’ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ ‘વૃદ્ધિ’નો ઉદ્દેશ નવજાત શિશુઓમાં ઓછા વજન સહિત ગર્ભવસ્થાને લગતા પરિણામોમાં સુધારો કેળવવા કિશોર છોકરીઓ તથા ગર્ભવતી મહિલાઓને આવશ્યક સ્વાસ્થ્ય સહાયતા ઉપલબ્ધ કરાવી કુપોષણને લગતી સમસ્યાનો વ્યાપક પ્રમાણમાં ઉકેલ મેળવવાનો છે.

આ પ્રોજેક્ટ જન્મજાત ઓછું વજન (LBW) ધરાવતા તમામ બાળકોની વહેલી તકે ઓળખ કરવા તથા તેમને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. છથી 59 મહિનાની વયજૂથમાં સેવર એક્યુટ મેલન્યુટ્રિશન (SAM) બાળકોને ચાઇલ્ડ મેલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર (CMTC) દ્વારકા અથવા જામ-ખંભાળિયામાં ન્યુટ્રિશનલ રિહેબિલેટેશન સેન્ટર (NRC)માં 14 દિવસની ફેસિલિટી-લેવલ કેર મળશે. આ ઉપરાંત છ સપ્તાહની કોમ્યુનિટી-લેવલ કેર મળશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ અંતર્ગત, સ્વાસ્થ સુવિધાને વધુ લોકો સુધી પહોંચાડવા સાથે  મોબાઇલ હેલ્થ ક્લિનિક ઓખામંડળના ગ્રામીણ સમુદાયમાં ગ્રામીણ-સ્તરની સ્વાસ્થ સુવિધા પૂરી પાડશે.

આ ઉમદા પહેલ અંગે ટાટા કેમિકલ્સ લિમિટેડના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર એન્ડ પ્લાન્ટ હેડ એન. કામથે કહ્યું હતું કે TCSRD, નિરામય ચેરિટિબલ ટ્રસ્ટના સહયોગથી ઓખામંડળ તાલુકામાં માતા અને શિશુના કુપોષણ સામે લડવા માટે સમર્પિત છે. અમારો લક્ષ્યાંક કુપોષણની સમસ્યાનો ઉકેલ મેળવવા ઉપરાંત સમુદાયમાં જાગૃતિ કેળવવી, મજબૂત સ્વાસ્થ્ય આંતરમાળખાકીય સવલતોનું સર્જન કરવું, સહયોગ સાથે ભાગીદારીનું નિર્માણ તથા ટકાઉ સામુદાયિક સમર્થનને વિકસિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ઉમદા પહેલ અંતર્ગત, અમે ઓછું વજન ધરાવતી ગર્ભવતી મહિલાઓને વિના મૂલ્યે પોષણને લગતી સલાહ-મસલત ઉપલબ્ધ કરાવીશું, આ સાથે ન્યુટ્રિશન કિટ્સ તથા પૂરક આહાર પણ ઉપલબ્ધ કરાવીશું.વોશ (વોટર, સેનિટેશન એન્ડ હાઈજિન) પ્રેક્ટિસમાં સુધારો કરવા તથા ઓછા વજન ધરાવતા બાળકોની માતાને સ્તનપાન સંબંધિત સલાહ-મસલત આપવાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, તાલુકામાં ગર્ભવતી મહિલાઓમાં હિમોગ્લોબિનના પ્રમાણને ટ્રેક કરવા માટે ફિમેલ હેલ્થ વર્ક્સ (એએનએમ-ઓક્સિલિયરી નર્સ મિડવાઈફ)ને ડિજીટલ હિમોગ્લોબિનોમીટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે અમારા આ ઉમદા પ્રયાસોમાં સમુદાય તરફથી પૂરતું સમર્થન મળે અને તેઓ સહભાગી બને તેવી આશા રાખી છીએ.