દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનું બીજું રૂપ હોય છે. બિમારીના સમયે ક્યાંક ને ક્યાંક દર્દી આંખ બંધ કરી જેના પર ભરોસો કરી શકે તે વ્યક્તિ ડોક્ટર જ બને છે. પરંતુ પાછલા ઘણા સમયથી ડોક્ટર જાતને લજવે તેવા કિસ્સા ગુજરાતમાં બની રહ્યા છે. પહેલા ખ્યાતિ કાંડ, નસબંધી કાંડ અને હવે ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત્ત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો સોશિયલ મીડિયા, ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી જવા પામ્યો છે.
આપણી સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીને માનો દરજ્જો આપવામાં આવે છે. એને સ્ત્રીને સર્વોપરી સન્માન આપવામાં આવે છે. દેશમાં અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં મહિલાઓ વધુ સુરક્ષિત ગણાય છે. પરંતુ હકિકત કંઈક બીજી જ છે. વાત જાણે છે કે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર , બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપના સી.સી.ટી.વી ફૂટેજના 5 હજારથી વધુ વીડિયો સોશિયલ મીડિયા ચેનલો, ટેલિગ્રામ, યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. જે મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી આ ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા આ વીડિયો ગુજરાતની કોઇ હોસ્પિટલના હોવાનું સ્પષ્ટપણે માલૂમ પડી રહ્યું છે. આ વાયરલ વીડિયો ગુજરાતી ભાષામાં વાતચીત થઇ રહી હોવાનું સંભળાય છે. જોકે આ વાયરલ વીડિયોની સંપૂર્ણ હકિકત હજુ સુધી સામે આવી નથી. આ જઘન્ય અપરાધ કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સૂત્રો પાસેથી મળતી જણકારી પ્રમાણએ ઘણા લોકોને તો 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર 15 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેમાં 5 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. અલગ અલગ ચેકઅપના ફોલ્ડર બનાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર , બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતના વીડિયો ઉપલબ્ધ છે. આ ફોલ્ડરમાં બાળક જન્મનાં 50, એક્સ-રે નાં 250 થી વધુ, ઈન્જેક્શનનાં 250 થી વધુ અને ગાયનેક તપાસનાં 2500 થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. હાલમાં મેઘા એમબીબીએસ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ ચાલુ છે. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ તપાસ કરી રહી છે. સાઇબર ક્રાઇમ આઇટી એક્ટ 66 E અને 67 કલમ હેઠળ ગુનો નોંધશે. આઇપી એડ્રેસ ટ્રેસ કરી લીંક સુધી પહોંચવામાં આવશે.
