અમદાવાદ-14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી થાય છે. પાશ્ચાત્ય સંસ્કૃતિથી ઉતરી આવેલા આ દિવસને દુનિયાના ખૂણેખૂણે લોકો પ્રેમના પ્રતીક રુપે લોકો ઉજવી રહ્યાં છે.ત્યારે અમદાવાદી યુવાવર્ગ પણ તેની અસરમાંથી કેમ બાકાત રહી શકે…
અમદાવાદની સડકો પરની ફૂટપાથો પર ફૂલબહારની વૈવિધ્યતા આંખોને આહ્લાલાદકારી અનુભવ કરાવી રહી હતી. સમી સાંજે, વેલેન્ટાઈન ડેની પૂર્વ સંધ્યાએ ફૂલનો વેપાર કરતાં વેપારીઓ વિવિધ રંગના ગુલાબી આકર્ષક દંડી, ગુલદસ્તો અને ફૂલોના વિવિધ આકાર બનાવી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
વેલેન્ટાઇન દિવસે ગ્રાહકોને આકર્ષવા માટે ગીફ્ટ શોપ્સ અને ફૂલ બજારમાં વેપારીઓ જુદી જુદી આકર્ષક ચીજ વસ્તુઓ સાથે સજ્જ થઇ ગયા છે. તસવીરોમાં દ્રશ્યમાન થાય છે તેમ રંગબેરંગી, નજાકતભર્યાં આ પુષ્ષો માટે અનેક યુવા હૈયાંઓ પેસેટકે પણ સુસજ્જ થઈને ખરીદીમાં લાગી ગયાં છે કેમ કે વેલેન્ટાઈન દિવસને લઈને સામાન્ય રીતે ગુલાબના ફૂલોના ભાવ દસગણાં વધી જાય છે ત્યારે આગળના દિવસે ખરીદી લેનાર વર્ગ પણ ઘણો મોટો હોય છે.
પોતાના પ્રિય વ્યક્તિ, મિત્ર કે કોઇપણ સ્વજનને આ દિવસે ગુલાબનું ફૂલ આપીને પોતાની લાગણી પ્રદર્શિત કરવાની તક આપતા આ દિવસની ઉજવણીમાં જોકે કેટલાક લોકોની નારાજગી છતી થતી હોય છે તેમ છતાં કુદરતની અપૂર્વ કમાલ એવાં આ સુંદર પુષ્પોને નિહાળવાં કોને નહીં ગમે?
તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ