નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ઈશ્વરના શ્રાપનો ડર બતાવી કામ કરાવાતું હતું

અમદાવાદઃ શહેરને અડીને આવેલા હાથીજણ વિસ્તારમાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. આ કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે સીટની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આશ્રમમાં બાળકો કામ ન કરે અથવા તો પરિવારને મળવાનું કહે તો પ્રાણપ્રિયા અને પ્રિયત્વ તેમને કાલભૈરવના શ્રાપ અને ગુરુદ્રોહનો ડર બતાવીને કામ કરાવતા હતા. હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાની ગ્રામ્ય પોલીસે બુધવારે, એટલે ગઇકાલે ધરપકડ કરી હતી. મોડી સાંજે બંનેને ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતાં બંનેને કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

બુધવારે મોડી સાંજે સંચાલિકા પ્રિયતત્ત્વા અને પ્રાણપ્રિયાને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટ ગરીમા યાદવે બંને સંચાલિકાઓને 5 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. આ કેસની તપાસ કરનારા ડીવાયએસપી કે.ટી. કામરિયાએ રિમાન્ડ માટેના 16 કારણો રજૂ કર્યાં હતાં.

આ ઘટના અંગે એસીપી, કે.ટી.કામરીયાના જણાવ્યા મુજબ આશ્રમમાં કુલ 23 વિદ્યાથીઓ હતા. જે પૈકી બે વિદ્યાર્થીઓએ ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 21 બાળકોના નિવેદનો લેવામાં આવ્યા રહ્યા છે. બાળકોએ જણાવ્યું હતું કે આશ્રમની બે સંચાલિકાઓ દ્વારા તેઓને અવાર નવાર પુષ્પક સિટીમાં લઇ જવામાં આવતા હતા. જ્યાં શિક્ષાના નામે બાળકોને ધમકાવવામાં અને મારવામાં આવતા હતા. આ ઘટના અંગે એસીપી, કે.ટી.કામરીયાના જણાવ્યા મુજબ આશ્રમમાં કુલ 23 વિદ્યાથીઓ હતા. જે પૈકી બે વિદ્યાર્થીઓએ ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 21 બાળકોના નિવેદનો લેવામાં આવ્યા રહ્યા છે. બાળકોએ જણાવ્યું હતું કે આશ્રમની બે સંચાલિકાઓ દ્વારા તેઓને અવાર નવાર પુષ્પક સિટીમાં લઇ જવામાં આવતા હતા. જ્યાં શિક્ષાના નામે બાળકોને ધમકાવવામાં અને મારવામાં આવતા હતા.