ગાંધીનગરઃ ભારતીય શેરબજારોમાં ગિફ્ટ નિફ્ટીએ નવો મુકામ હાંસલ કર્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ રેકોર્ડ ટ્રેડિંગ કામકાજ નોંધાયાં છે. ગિફ્ટ નિફ્ટીમાં સૌપ્રથમ વાર 28 નવેમ્બરે ટ્રેડિગ કામકાજ ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં, જેમાં 4,27925 કોન્ટ્રેક્ટ થકી કુલ ટર્નઓવર 16.76 અબજ અમેરિકી ડોલર (રૂ. 1,39,766 કરોડ) નોંધાયાં હતાં અને ઓપન ઇન્ટરેસ્ટ 27 નવેમ્બરના 12.75 અબજની તુલનાએ 28 નવેમ્બરે 13.51 અબજ ડોલરે પહોંચ્યું હતું. આ પહેલાં ગિફ્ટ નિફ્ટીમાં 26 સપ્ટેમ્બરે ટર્નઓવર 15.25 અબજ ડોલર નોંધાયાં હતાં. ગિફ્ટ નિફ્ટી કોન્ટ્રેક્ટમાં આમ સૌપ્રથમ વાર રેકોર્ડ કામકાજ નોંધાયાં હતાં.
ગિફ્ટ નિફ્ટી ત્રીજી જુલાઈ, 2023એ કામગીરીનો પ્રારંભ કર્યા બાદથી NSE IXનું ટ્રેડિંગ ટર્નઓવર સતત વધતું રહ્યું છે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી ગિફ્ટ નિફ્ટીમાં કુલ એકત્રિત વોલ્યુમ 78.7 લાખ કોન્ટ્રેક્ટથી થકી ટર્નઓવર 304.07 અબજ અમેરિકી ડોલરે પહોંચ્યું હતું. અમને ગિફ્ટ નિફ્ટીની સફળતા જોઈને ખુશી થઈ રહી છે અને અમે બધા પાર્ટિસિપન્ટોને તેમના જબરબદસ્ત ટેકા અને ગિફ્ટી નિફ્ટીને આટલી ઊંચાઈએ પહોંચાડવા માટે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ, એમ યાદી જણાવે છે.