ગુજરાતમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત ચકચાર મચી ગયો છે. ઊંઝાથી એક દુ:ખદ સમાચાર સામે આવે છે. ગઈકાલે મોડી રાતે અહીં બ્રાહ્મણવાડા હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં બાઈક સવાર બે યુવાઓના દર્દનાક મોત મૃત્યુ નિપજ્યાં હતા. નોંધનિય છે કે, બ્રાહ્મણવાડા ગામ તરફના ક્રોસિંગ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મૃત્યું નિપજ્યાં હતા. મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
બીજી બાજુ ગુજરાત આખામાં પાછલા 48 કલાકમાં અલગ અલગ જગ્યા પર પાંચ ગોઝારો અકસ્માતમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈડર વડાલી હાઈવે રોડ પર જેતપુર પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાત્રિના સમયે અકસ્માત નડતા બાઈક પર સવાર બેમાંથી એકનું કરુણ મોત નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વડોદરામાં હાઈવે પર માલસામાન ભરેલ ટ્રક પલટી ખાતા હાઈવે રોડ પર ભારે અરાજકતા સર્જાઈ હતી. વડોદરામાં જાંબુઆ પાસે હાઈવે પર શાકભાજી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી મારતા હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે જાનહાનિ થતા ટળી છે. મહીસાગરમાં બાલાસિનોર અમદાવાદ હાઇવે પર વહેલી સવારે અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. બાલાસિનોરના ઓથવાડ ગામના 4 લોકોનું અકસ્માતમાં મોત થયું છે. બાલાસિનોર અમદાવાદ હાઇવે પર લાડવેલ ચોકડી પાસે કારની વચ્ચે ગાય આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરત ડાયમંડ બુર્સ પાસે એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં 4 વિદ્યાર્થીઓ સવાર હતા, કારચાલક યુવક દ્વારા કાર બેકાબુ બની જતા કાર પલટી મારી ગઈ હતી જેમાં 4માંથી એક વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું છે. તાપીના વ્યારા નગરમાં ફરી અકસ્માત સર્જાયો હતો જેમાં વ્યારાના કાનપુરા વિસ્તારમાં બાઈક પર સવાર વૃદ્ધને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.