શાંતિ બિઝનેસ સ્કૂલમાં ‘શહેર 21-ફ્રેશર્સ’ પાર્ટી યોજાઈ 

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલના સિનિયર વિદ્યાર્થીઓએ નવી બેચ 2021-23ના તમામ વિદ્યાર્થીઓ માટે ‘શહેર 21 ફ્રેશર્સ’ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સિનયર વિદ્યાર્થીઓએ જુદી-જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમના જુનિયર વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું.

આ ઈવેન્ટની થીમ  “બોલીવૂડ રેટ્રો” હતી, જ્યાં વિદ્યાર્થીઓએ ‘બોલીવૂડ રેટ્રો’ થીમ પર આઉટફિટ્સ પહેર્યાં હતાં. આ પ્રવૃત્તિઓના વિવિધ રાઉન્ડ સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા જેમ કે “ધૂમ મચાલે – ટેલેન્ટ રાઉન્ડ, મેરે સવાલો કા  જવાબ દો – ક્વિઝ રાઉન્ડ, આ દેખે જરા કિસમેં કિતના હે દમ – સાયકોમેટ્રિક રાઉન્ડ, સિતારોન કી મહેફિલ – ધ રેમ્પ વોક”.આ પ્રસંગને અંતે ‘દેશના જૈન’ને મિસ ફ્રેશર અને ‘રાહુલ મિશ્રા’ને મિસ્ટર ફ્રેશરના ટાઇટલ આપવામાં આવ્યા હતા.

આ બે ટાઇટલ સિવાય મિસ અને મિસ્ટર પર્સનાલિટી, મિસ અને મિસ્ટર રેટ્રો અને મિસ અને મિસ્ટર ચાર્મિંગ ટાઇટલ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. લગભગ 320થી વધુ વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ પ્રવૃત્તિઓ ખૂબ રસપ્રદ હતી. તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા. આ સમગ્ર ઇવેન્ટનું આયોજન એસબીએસ સિનિયર વિદ્યાર્થીઓ અને કાઉન્સિલના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.