મધ્યમ વર્ગની મુશ્કેલી વધી, શિયાળામાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને

અમદાવાદ: સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે. અને ગુજરાતી સ્વાદ પ્રેમીઓ માટે ઉંધિયાની લીજત માણતા હોય છે. પરંતુ આ વર્ષ એવું નહીં થાય, કેમકે કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં રૂપિયા 10થી રૂપિયા 20નો વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળો શરુ થતાં શાકભાજીની આવક શરુ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે.

પરંતુ હાલ સ્થિતિ એવી બની છે કે શાકભાજીના ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના લોકોને પરેશાન થવાની વારો આવ્યો છે. અમદાવાદમાં વટાણા, મેથી, ગાજર અને તુવેરનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. ટામેટા અને ડુંગળી 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. આ સિવાય ગુવાર, ભીંડા, મરચાં સહિત અન્ય શાકભાજીના ભાવ પણ ખૂબ વધારે છે.  મઘ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે આ બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે.જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો છે જ્યારે નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે.  સૂકા લસણની કિંમત ઓનલાઇન હાલ રૂપિયા 600ની આસપાસ પહોંચી છે.