સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાયા

રાજપીપળાઃ ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી એવરેજ ૭૦ હજાર ક્યુસેક પાણીનો ફલો સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડવામાં આવી રહ્યો છે. આજે સાંજે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૫.૪૨ મીટરે નોંધાઈ હતી. જોકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. હાલમાં ડેમના ૩૦ દરવાજા બંધ છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ ૨૦૦ મેગાવોટની કેપેસિટી સાથે ૧૨૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે.

વીજળી ઉત્પન્ન કર્યા પછી ૪૨ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. આ સાથે કેનાલ હેડ પાવર હાઉસનું એક યુનિટ ૫૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે અને ૪૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યો છે, તેવી માહિતી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે આપી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]