નિત્યાનંદ વિદેશ ભાગી ગયો કે શુ? વિદેશ મંત્રાલય તપાસ કરશે…

અમદાવાદઃ પોતાની વાતોને લઈને ઘણીવાર વિવાદોમાં આવનારા નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયા છે કે શું? આ અંગે અત્યારે પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારના રોજ નિત્યાનંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગુજરાત પોલીસે આશ્રમમાં કિશોર છોકરા-છોકરીઓને બંધક બનાવવાના આરોપમાં તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આશ્રમમાંથી બે મહિલા કર્મચારીઓની ધરપકડ બાદ નિત્યાનંદના દેશ છોડવાના પુરાવા મળી આવ્યા છે. પોલીસે તેના પ્રત્યપર્ણ માટે વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરવાની વાત કહી છે. આરોપી નિત્યાનંદ વિરુદ્ધ કર્ણાટકમાં પણ દુષ્કર્મનો કેસ કરાયેલો છે.

ત્યારબાદ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે કહ્યું કે, નિત્યાનંદના ભારતથી ભાગવાની હાલ તો પોલીસ અથવા ગૃહ મંત્રાલય તરફથી કોઈ ઓફિશીયલ માહિતી મળી નથી. તે કયા દેશમાં છે તે અંગેની પણ કોઈ ભાળ નથી. અમારે તેની લોકેશન અને નાગરિકતા વિશે માહિતી એકઠી કરવી પડશે. ત્યારબાદ જ નિત્યાનંદને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

બાળકોને બંધક બનાવવા, તેમની સાથે ગેરવર્તન કરવાના કેસમાં દિલ્હી પ્બલિક શાળાના મુખ્ય શિક્ષક હિતેશ પુરી સહિત બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. DSP કે ટી કામરિયાએ જણાવ્યું કે, ડીપીએસ શાળા સાથે સંબંધિત ટ્રસ્ટ કૈલોરેક્સ એજ્યુકેશનના આશ્રમના શાળાને તેમની જમીન પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર લીઝ પર આપી હતી. આ મામલે પુરી અને પુષ્પ સિટીમાં આશ્રમની મહિલાઓને મકાન આપવા અંગે મેનેજર બકુલ ઠક્કરને પકડ્યાં છે. નિત્યાનંદના આશ્રમને જમીન આપવાના મામલે સીબીએસઈએ રિપોર્ટ માંગ્યો છે.