અમદાવાદ- સમગ્ર દેશ સ્વચ્છતા ઝૂંબેશ તરફ આગળ વધી રહ્યો છે. સ્વચ્છતા ઝૂંબેશ માટે સરકારની સાથે અનેક ખાનગી સંસ્થાઓ પણ જોડાઇ છે. સમાચાર પત્રો, હોર્ડિગ્સ,સોશ્યલ મીડિયા, ઇલેકટ્રોનિક્સ મીડિયા જેવા અનેક માધ્યમો દ્વારા પ્રજાને ભારતને સ્વચ્છતા તરફ લઇ જવાની જાહેરાતો કરાય છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ ઝૂંબેશને સૂકા-ભીના કચરા દ્વારા વેગવાન બનાવાઇ છે.
આ ઝૂંબેશનો એક નવો આધુનિક નજારો દર વર્ષે અ.મ્યુ.કો દ્વારા થતા કાંકરિયા કાર્નિવલમાં જોવા મળ્યો.
કાંકરિયા કાર્નિવલમાં સૂકો-ભીનો કચરો એકઠો કરવા માટે એકદમ આધુનિક ઇ-સ્વચ્છબિન મુકવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતની આ સ્વચ્છતા ઝૂંબેશમાં કાંકરિયા ખાતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. સેન્સર સાથેના આ આધુનિક કચરા પેટીઓ કાયમ માટે મુકવામાં આવશે.
તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ