પાટણ: ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાનો ધમધમાટ ચાલી રહ્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાય રહી છે. સમી તાલુકાની મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં આજે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. આ પેપર દરમિયાન એક વિદ્યાર્થીએ વીડિયો બનાવી અને વાયરલ કર્યો હતો. આ વિદ્યાર્થીએ પોતાના સ્ટેટશ પર લગાવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ વિડીયોમાં પાછલ બેઠેલા બીજા બે વિદ્યાર્થી પણ ફોનમાંથી પેપર લખતા નજરે પડે છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, પાટણ જિલ્લામાં આવેલી મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી અને પછી તેને બિન્દાસ રીતે અપલોડ પણ કરી હતી. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાના ટ્વીટર (x) પર પોસ્ટ કરી તંત્ર સામે આકરા પ્રશ્નો કર્યા હતા. શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વીડિયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે?’ પાટણની મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીની ગેરરીતિ અને ચાલુ પરીક્ષા દરમિયાન રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વીડિયો બનાવે છે. વીડિયો જોવા મળે છે કે, ક્લાસરૂમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ દરમિયાન એક વિદ્યાર્થી ઈસ્ટાગ્રામમાં રીલ બનાવે છે. જ્યારે આ મામલે કોલેજની બેદરકારી સામે સવાલો થઈ રહ્યાં છે.
