ગાંધી વિચાર સાથેની રામકથામાં પહોંચ્યાં આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ, અદાણી…

અમદાવાદઃ ગાંધી 150 અને નવજીવન 100નાં સ્મરણમાં તેમજ તુલસી વલ્લભ નિધિના સહયોગથી અમદાવાદમાં મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. મોરારિબાપુની રામકથામાં અનેક ક્ષેત્રના મહાનુભાવો પધારતા હોય છે. 26મી ને મંગળવારના રોજ કથાસ્થળે પદ્મવિભૂષણ જગ્ગી વાસુદેવ પધાર્યા હતાં..

આધ્યાત્મ, યોગા,  રિવર રેલી- નદીઓના સમન્વય, પર્યાવરણ, યોગા જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિ સાથે જગ્ગી વાસુદેવ જોડાયેલા છે. સમગ્ર વિશ્વમાં ફરી જગ્ગી વાસુદેવ ઇશા ફાઉન્ડેશન દ્વારા પોતાના કાર્યો પ્રસ્તુત કરે છે.

મોરારિબાપુની રામકથા સાથેના ગાંધી વિચાર અને રાસ ના કાર્યક્રમ બાદ જગ્ગી વાસુદેવે ધર્મ-સમાજ, રામ અને ગાંધી વિશેના  પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મંગળવારની રામકથા પૂર્ણ થયા બાદ વ્યાસપીઠ પર બિરાજમાન મોરારીબાપુને મળવા ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ, જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ જેવા અનેક મહાનુભાવો પધાર્યા હતા.

સ્વચ્છતા, અહિંસા અને સાદગીના આગ્રહી ગાંધીજી-કસ્તુરબાને સમર્પિત આ રામકથાને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ગુજરાત યુનિવર્સિટી, જી. એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ઉમટી પડે છે.

અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ