નેશનલ ગેમ્સ માટે સંસ્કારધામ સ્પોર્ટ્સ સંકુલ સજ્જ

અમદાવાદઃ ‘૩૬મી નેશનલ ગેમ્સ’ ગુજરાતનાં અલગ-અલગ છ શહેરોમાં યોજાવાની છે. વર્ષ ૨૦૨૨ની ‘૩૬મી નેશનલ ગેમ્સ’ની યજમાની એ ગુજરાત માટે ગૌરવની બાબત છે. ત્યારે વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર એવાં અમદાવાદમાં ‘નેશનલ ગેમ્સ-૨૦૨૨’ની વિવિધ ૧૫ સ્પોર્ટ્સ ઇવેન્ટ કુલ ૭ સ્થળો પર યોજાશે.

સંસ્કારધામ સ્પોર્ટ્સ સંકુલમાં ૩૦ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર,૨૦૨૨ સુધી ખો-ખો, આર્ચરી, ઇન્ડિયન આર્ચરી અને મલ્લખંભની સ્પર્ધા યોજાશે, જેને લઈને મોટા પાયે તમામ પ્રકારની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગ્રાઉન્ડ તૈયાર કરવાથી લઈને પાર્કિંગની વ્યવસ્થા, ઈકવિપમેન્ટ્સ સેટિંગ, ભાગ લઈ રહેલા પ્રતિભાશાળી ખેલાડીઓ માટેની તમામ પ્રકારની સુવિધાઓના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ તૈયાર છે, નેશનલ ગેમ્સના આયોજનને માટે. સમગ્ર અમદાવાદ અને અમદાવાદીઓમાં ‘નેશનલ ગેમ્સ’ને લઈ અનેરો ઉત્સાહ છે, આનંદ છે અને ઉમંગ ચરમસીમાએ છે! ત્યારે દેશના ખૂણે-ખૂણેથી ‘નેશનલ ગેમ્સ-૨૦૨૨’માં ભાગ લેનાર ખેલાડીઓને આવકારવા સંસ્કારધામ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે વિવિધ સ્પર્ધાઓના ઉદઘાટન અને પ્રેઝન્ટેશનના સત્રમાં વિશેષ આમંત્રિતો, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જે વિષયક તમામ તૈયારી કરી દેવામાં આવી છે. અમદાવાદના સંસ્કાર ધામમાં ખેલાડીઓ સહિતના સ્ટાફ માટે તબીબી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે ઉપરાંત ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ સહિતના વિવિધ પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. સંસ્કાર ધામમાં યોજાનારી વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટનું લાઇવ પ્રસારણ પણ થવાનું છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]