અમદાવાદઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી છે. અને ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછું ખેંચ્યું છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત સામે થયેલી ઇલેક્શન પિટિશનમાં તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર સામે હાઈકોર્ટમાં રજૂઆત થઈ હતી. ચૂંટણી પંચે તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર સામે મેજર પેનલ્ટીના નિર્દેશ કર્યા હોવા છતાં ધવલ જાનીનું પ્રમોશનનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે કોર્ટે પણ ધવલ જાનીના પ્રમોશન બાબતે વેધક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે ભ્રષ્ટ આચરણ બદલ ચૂંટણી પ્રક્રિયા રદ થઈ શકે છે. ચુડાસમા ની જીત મા ધવલ જાનીની મદદગારી સાબિત થઈ શકે છે તેવા કિસ્સામાં કોર્ટે આ અવલોકન કર્યું હતું.
કોર્ટે જે અવલોકન કર્યું હતું તે મહત્વનું એટલા માટે છે કે ક્યાંકને ક્યાંક આખા કેસમાં ધવલ જાનીની જે પ્રમાણે જુબાની થઈ હતી. ત્યારબાદ કોર્ટે અમુક અવલોકન કર્યા હતા. આ સાથે જ ચૂંટણી પંચે પણ નિર્દેશો આપ્યા હતા કે ધવલ જાની સામે જે મેજર પેનલ્ટી છે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ ધવલ જાનીનું પ્રમોશન થતાં આ બાબતે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ મુદ્દાને લઈને કોર્ટે પણ વેધક સવાલો કર્યા હતા.