અમદાવાદઃ જડીબુટ્ટીઓની માહિતી આપતો વનૌષધિય મેળો

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં અમદાવાદ હાટ ખાતે આજે પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું આજે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉદ્ઘાટન કર્યું હતું. ભાવનગરના પછાત મહિલા વિકાસ સંસ્થાના સહયોગથી રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિભાગના અધિકારીઓ અને સંસ્થાના જયશ્રીબહેન બાબરિયા સહિત લોકો ઉપસ્થિત હતા. વર્ષો પહેલા ભારત દેશમાં ઔષધીઓનું ખૂબ ચલણ હતું. ઔષધી એક એવી વસ્તુ છે કે એના સેવનથી ગંભીર બિમારીઓથી માણસ બચી શકે છે અને બીજી વાત એ કે જો કોઈ ગંભીર બિમારી થઈ પણ હોય તો તેને ઔષધિય ઉપચાર દ્વારા જડમૂળમાંથી મટાડી શકાય છે. અમદાવાદ હાટ ખાતે યોજાયેલા વનૌષધિય મેળામાં પણ ઔષધી સાથે જોડાયેલા કેટલાક ઉપચારો અને સારવાર તેમજ જડીબુટીના ઉપયોગ વિશે લોકોને જાણકારી આપવામાં આવશે.

વનૌષધિય મેળાના મહત્વના કાર્યો

  • આધુનિક અને હઠીલા રોગોનું પરંપરાગત ઔષધિય જ્ઞાનથી ઉપચાર
  • પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા સારવાર
  • ડાંગના જંગલોની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ
  • જડીબુટ્ટીઓ અને ઔષધિઓનું વેચાણ
  • મસાજ અને સ્ટીમ બાથ ઉપચાર
  • ઓર્ગેનિક ખાદ્યચીજો, નાગલી બનાવટોનું વેચાણ
  • શુદ્ધ મધ
  • જડીબુટ્ટીઓ દ્વારા ઉપચારનું લાઈવ ડેમોસ્ટ્રેશન
  • ગૌણ વન પેદાશોનું વેચાણ અને પ્રદર્શન
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]