અમદાવાદઃ સદીઓનો ઐતિહાસિક વારસો ધરાવતાં અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશન પણ આગવી ભાત ધરાવે છે. અમદાવાદ રેલવે સ્ટેશને અવારનવાર પસાર થતાં હશો પરંતુ કદાચ તમને જાણ ન પણ હોય કે આ રેલવે સ્ટેશનમાં એક હેરિટેજ ગેલેરી પણ છે જેને આકર્ષક રુપથી સજાવવામાં આવી છે.
આપને જણાવીએ કે અહીં તમે શું નિહાળી શકો છોઃ આ હેરિટેજ ગેલેરીમાં રેલવે પ્રણાલી સંબંધિત જૂનાં ઉપકરણો, મોડલ, એન્ટિક વસ્તુઓ તથા જૂના દસ્તાવેજ જોવા મળી શકશે. રેલ હેરિટેજ ગેલેરીમાં પ્રવેશ તમામ આગંતુકો માટે નિઃશુલ્ક છે તથા રેલવેએ એક કર્મચારી પણ તહેનાત કર્યાં છે જે આપને રેલ હેરિટેજ વિશે જાણકારી ઉપલબ્ધ કરાવશે. જોકે આવી સરસ ગેલેરી શા માટે જનતાની ભીડ ભેગી નથી કરી શકતી તે જાણવા નિહાળો chitralekha.com નો વિશેષ વિડીયો…
આવું નવતર રુપ આપવાનું કારણ એટલું જ કે યાત્રીઓ રેલ હેરિટેજથી વાકેફ બને. આ ગેલેરીની મુલાકાત તમે લઈ શકો છો આખા મહિના દરમિયાન સવારે 8 કલાકથી લઈને રાત્રિના 8 કલાક સુધી. જ્યાં રુચિપૂર્વક ફરતાં તમને અનુભવ મળશે સમૃદ્ધ રેલ હેરિટેજનો. ભારતીય રેલવેના અમદાવાદ ડિવિઝન તેમ જ ગુજરાતને લગતી આ ચીજવસ્તુઓ તેના સમયસંદર્ભને લઈને ખૂબ કીમતી છે.