ગુજરતના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયાને 21 દિવસ થઈ ચૂક્યા છે. આટલા દિવસ પછી પણ બનાસકાંઠાના વિભાજનને લઈ જન આક્રોશમાં ઘટાડો થયો નથી. જેને લઈ આજે (21મી જાન્યુઆરીએ) ધાનેરા બંધનું એલાન આપી ધાનેરા જન આક્રોશ જનસભા યોજી હતી. જ્યારે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ગર્ભિત ચિમકી ઉચ્ચારી છે. તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પૂરોહિતે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.
પૂર્વ ધારાસભ્ય મફતલાલ પૂરોહિતે જણાવ્યું હતું કે, ધાનેરા હિતરક્ષક સમિતિએ છેલ્લા 14 દિવસથી લોકોની માંગ અને લોક લાગણીને પાચા આપવા માટે આંદોલન ચલાવ્યું છે, એમાં ધાનેરા બંધ, પ્રતીક ઉપવાસ બીજા બધા ઘણા કાર્યક્રમો આવ્યા છે. છતાં પણ કોઈ નિર્ણય સરકારે લીધો નથી, એટલે સરકારના સુધી અવાજ પહોંચાડવા માટે જનઆક્રોશ રેલીનો આયોજન કરવામાં આવ્યું છે. સરકાર નિર્ણય પાછો નહીં લે તો સરકારને અભિનંદન આપીશું. સરકારને આ યોગ્ય નિર્ણય છે અને પહેલાથી કહી એ 14 તાલુકાનું બહુ મોટો જિલ્લો હતો, વહીવટી સુગમતા માટે થરાદને જિલ્લો બનાવો એ અમને મંજૂર છે. અમે ખુશ છીએ. સરકારને અભિનંદન આપીશું. ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવો જોઈએ સાથે ધાનેરા તાલુકાના ખિંમત, બાપલા જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામો પણ ધાનેરા તાલુકામાં રહેવા જોઈએ. આ મામલે ધાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં ઉગ્ર રજૂઆત થઈ રહી છે. ધાનેરા શહેર અને તાલુકાની જનતા બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રહેવા માટે 20 દિવસથી આંદોલન છેડી રહી છે. જેને લઇ ધાનેરામાં આજે ધાનેરા બંધનું એલાન આપી બપોરે 12-00 કલાકે ધાનેરા હાઈવે ઉપર આવેલ મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભામાં આવવા માટે વ્યાપારીઓ પણ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી સભામાં હાજરી આપશે તેવું જાણવા મળ્યું છે.