ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન આપશે પ્રો. કૃષ્ણ કુમાર

અમદાવાદ:  આ વર્ષનું ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન પ્રસિદ્ધ શિક્ષણવિદ પ્રો. ક્રુષ્ણ કુમાર “શિક્ષા સફલ ક્યોં નહીં  હોતી?” એ વિષય પર આપશે. આ વ્યાખ્યાન શનિવાર, ૭ ડિસેમ્બરે સાંજે ૬ વાગ્યે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે.

આ અંગના જાણકારી આજે ઉમાશંકર જોશીના દીકરા સ્વાતિબહેન જોશીએ આપી હતી. દર વર્ષે સ્વ. ઉમાશંકર જોશીની સ્મૃતિમાં વ્યાખ્યાન યોજાય છે અને એમાં કોઇને કોઇ વિદ્વાનને આમંત્રિત કરવામાં આવે છે.

શિક્ષણની સફળતા સામાન્ય રીતે વ્યક્તિગત સંદર્ભમાં આંકવામાં આવે છે. સામાજિક કે રાષ્ટ્રીય સંદર્ભમાં શિક્ષણનું મૂલ્યાંકન કરવા માટે ઐતિહાસિક દ્રષ્ટિ અપનાવવી પડશે. બંધારણ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે સ્વાતંત્ર્ય સંગ્રામમાથી ઉપજેલા મૂલ્યોને સમાજની પુનરચનાના ઉદ્દેશના રૂપમાં પ્રસ્તુત કરે છે. એ મૂલ્યોની કસોટી પર શિક્ષણને તપાસીએ તો એની અસફળતા ઉપસી આવે છે. અસફળતાના કારણોની તપાસ  શિક્ષણ વ્યવસ્થાની અંદર અને સમાજ અને શિક્ષણ વચ્ચે તાલમેલના અભાવમાં કરી શકાય.

પ્રો. ક્રુષ્ણ કુમાર દિલ્હી વિશ્વવિદ્યાલયમાં શિક્ષણના અધ્યાપક અને એન.સી.ઇ.આર.ટી.ના નિદેશક રહી ચૂક્યા છે. તેમણે  હિન્દી અને અંગ્રેજીમાં અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ પદ્મશ્રી અને લંડન વિશ્વવિદ્યાલયની માનદ ડી. લિટ. થી સન્માનિત થયા છે. ભારત અને વિદેશોમાં અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. તેમના હાલના પુસ્તકોમાં ‘ચૂડી બાજારમેં લડકી’, ‘પઢના, જરા સોચના’ અને ‘પોલિટિક્સ ઑફ એજ્યુકેશન ઇન કોલોનિયલ ઈન્ડિયા’નો સમાવેશ થાય છે. અત્યારે તેઓ પંજાબ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણના માનદ પ્રોફેસર છે.