અમદાવાદ- ચેન્નાઈ ખાતે પ્રો કબ્બડી લીગ સિઝન-6માં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને દિલ્હી દબંગ વચ્ચે રમાયેલી મેચ રોમાંચક ટાઈમાં પરિણમી હતી. મંગળવારે યોજાયેલી ઝોન બી મેચમાં બંને ટીમે 32 પોઈન્ટ કર્યાં હતાં જેથી મેચ ટાઈમાં રૂપાંતર પામી હતી.જાયન્ટસે તેનો દબંગથી અપરાજીત રહેવાનો રેકર્ડ જાળવી રાખ્યો છે.સિઝન પાંચમાં યોજાયેલી ત્રણે મેચમાં ગુજરાતે દબંગને હરાવ્યું હતું.
ગત સિઝનના ફાઇનલિસ્ટ્સ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે આ સીઝનને હકારાત્મક નોંધ પર શરૂ કરી હતી. કોચ મનપ્રિત સિંઘે કેપ્ટન સુનિલ કુમારની સાથે કે. પ્રપંજન, રૂતુરાજ કોરાવી, પરવેશ બૈશવાલ, રોહિત ગુલીયા, કે અરસન અને સ્ટાર રેઈડર સચીન તનવરને મેદાનમાં ઉતારી સૌને અચરજમાં મુકી દીધાં હતાં.પ્રપંજન સ્થાનિક ખેલાડી છે. તેણે બે પોઈન્ટની રેડ સાથે ગુજરાતનું ખાતું ખોલાવ્યું હતું. સચિન તનવર કે જેને ગઈ સિઝનમાં ઉત્તમ નવા ખેલાડી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો તેણે બોનસ અને રેઈડ પોઈન્ટસના મિશ્રણ વડે વિરોધી ટીમ પર અટેક ચાલુ રાખ્યાં હતાં.ગુજરાતની સંરક્ષણ હરોળ પણ સમાન રીતે સજજ હતી. પરવેશ બેઈનસ્વાલે પૂરવાર કર્યું હતું કે તે શા માટે ઉત્તમ ડિફેન્ટર ગણાય છે. સાતમી મિનિટે તેણે જાયન્ટસને પ્રથમ ઓલ આઉટ સુધી લઈ ગયો હતો. હાફ ટાઈમના સમયે 17-12નો સ્કોર હતો.ગુજરાત આ મેચમાં સતત આગળ રહ્યું હતું, પણ કમનસીબે તેણે છેલ્લી પાંચ મિનીટમાં પોતાનો પ્લોટ ગુમાવ્યો અને દિલ્હી 28-21 થી 32-32 સુધી પહોંચીને મેચ ખતમ કરી શક્યું હતું. કેપ્ટન સુનિલ કુમારને તેમણે મેળવેલા 5 પોઈન્ટ બદલ મેચના ઉત્તમ ડિફેન્ડર જાહેર કરવામાં આવ્યાં હતાં.