કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું 8 અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું બીજું બજેટ રજૂ કર્યુ છે. જેમાં GYAN પર વધુ ફોક્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સને લઈને પણ થોડી રાહત આપવામાં આવી છે. ત્યારે બજેટમાં નાણામંત્રી , PM ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર ફળો અને શાકભાજી સહિત આવશ્યક ખાદ્ય ચીજોની ઉપલબ્ધતા અને સુલભતા વધારવા માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરશે, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે બહેતર પોષણનો લાભ વસ્તીના વિશાળ વર્ગ સુધી પહોંચે.
PM ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યુ કે જે ઓછી ઉપજ અને સરેરાશ ધિરાણ પરિમાણોથી ઓછા 100 જિલ્લાઓને આવરી લેશે. આ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને લાભ થવાની અપેક્ષા છે, જેનાથી ગ્રામીણ ઉત્પાદકતામાં વધારો થશે. પોષણની જરૂરિયાતો વિશે લોકોમાં વધતી જતી જાગૃતિને ઓળખીને, નાણામંત્રીએ શાકભાજી અને ફળો પર કેન્દ્રિત એક વ્યાપક કાર્યક્રમની જાહેરાત કરી. વધુમાં તેમણે જણાવ્યું કે, નાણામંત્રી સીતારમણે કહ્યું કે સરકારનું આ પગલું સ્વસ્થ સમાજનો પાયો નાખશે. તેમણે કહ્યું કે લોકોની આવકમાં વધારો શાકભાજી, ફળો અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના વપરાશમાં વધારો કરવામાં ફાળો આપે છે. તેમણે કહ્યું, ‘સરકાર આ આવશ્યક ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા અને સુલભતા વધારવા માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરશે જેથી કરીને સુનિશ્ચિત કરી શકાય કે સુધારેલા પોષણના લાભો વસ્તીના વિશાળ વર્ગ સુધી પહોંચે.’