ગુજરાતમાં ઠંડીમાંથી આંશિક રાહત, જાણો હવામાન વિભાગની આગાહી

ઉત્તરાયણ સમયમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. જે બાદ હવે ઠંડીમાંથી આંશિક રાહત નોંધાય રહી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન ઉંચકાયું છે. જ્યારે નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. પૂર્વથી દક્ષિણ પૂર્વીય પવન ફૂંકાવાથી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. રાજયમાં હજી પણ ઠંડીનો ચમકારો રહેશે અને પવન ફૂંકાશે,વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે પવન ફૂંકાઈ રહ્યાં છે. આ ઉપરાંત અમદાવાદમાં 17.5 ડિગ્રી, ગાંધીનગરમાં 17.5 ડિગ્રી,ભુજમાં 13.2 ડિગ્રી, પોરબંદરમાં 13.4 ડિગ્રી,કંડલા 14.0 ડિગ્રી, અમરેલી 15 ડિગ્રી,રાજકોટ અને ડીસામાં 15.4 ડિગ્રી,કેશોદમાં 15.7 ડિગ્રી, મહુવામાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ સાથે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી પ્રમાણે વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલ સુધી રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે અને પવનો પણ ફૂંકાશે. પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.