કેલોરેક્સ ઓલિવ ઇનટરનેશનલ સ્કૂલમાં રાત્રિ-રોકાણનો કેમ્પ

અમદાવાદઃ વિદ્યાર્થીઓને ઘરથી દૂર રાતઆખી શાળામાં રહેવાથી આનંદ, રોમાંચ, ઉત્તેજના અને આઉટડોરનો સરળ આનંદદાયક અનુભવ મળે છે. કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મજેદાર શિબિરનો અનુભવ કર્યો, આ શિબિરમાં તેમણે મેજિક શો, કેમલરાઇડ, નેઇલ આર્ટ અને માટીકામ જેવી પ્રવૃત્તિઓથી ભરપૂર આનંદ કર્યો હતો.  ગુજરાત સ્પોર્ટ્સ એકેડમીના સંયુક્ત પ્રયાસથી આંતરશાળા ફૂટબોલ અને ક્રિકેટ સ્પર્ધાનું સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિજેતાઓની સિદ્ધિને ચિહ્નિત કરવા અને તેમની ક્ષમતાને સ્વીકારવા માટે વિજેતાઓને વિવિધ પુરસ્કારો આપવામાં આવ્યા હતા અને તેમાં શ્રેષ્ઠ બેટ્સમેન, શ્રેષ્ઠ બોલર, મેન ઓફ ધ મેચ, સૌથી ઝડપી બોલર અને ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌથી ઝડપી સ્કોરર અને શ્રેષ્ઠ ગોલકીપર અને શ્રેષ્ઠ ખેલાડીનો સમાવેશ થાય છે.

ફૂટબોલ ટુર્નામેન્ટ માટે આ પ્રસંગે કુ. જાગૃતિ ઠાકોર, જેઓ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારવિજેતા કલાકાર છે. શ્રીમતી જાગૃતિએ પણ વિદ્યાર્થીઓ સાથે સખત મહેનત અને સમર્પણના મહત્વ વિશે તેમના વિચારો શેર કર્યા હતા.