ઈસ્કોન મંદિરે નવા વર્ષનો અન્નકૂટ મહોત્સવ

આજે ગુજરાતીઓ લોકો માટે નવા વર્ષ પ્રારંભ થયો છે. આ સાથે આજના દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. ભગવાનની ગોવર્ધન લીલાના દર્શન અને નવા વર્ષની શરૂઆત સાથે દર્શનાર્થીએ દર્શન કર્યા. આજથી શરૂ થતાં નવા વર્ષ નિમિતે લોકોએ ભગવાનના દર્શનથી કરી શરુઆત કરી. નવા વર્ષે દર્શનાર્થીઓની ઇસ્કોન મંદિરમાં ભારે ભીડ જોવા મળી. ઇસ્કોન મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્કોન મંદિર અમદાવાદમાં પણ અન્નકૂટ મહોત્સવ ઉજાવામાં આવે છે.

આ વર્ષે અમદાવાદ સ્થિત ઇસ્કોન મંદિરમાં 108 કિલોગ્રામ ચોખા ઘીના ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો. આ સાથે 108 કિલોગ્રામ ડ્રાય ફ્રૂટ, 108 કિલોગ્રામ ફ્રૂટ, ફરસાણ પણ ધરાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 400થી વધારે વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવી. ભગવાન રાધા-ગોવિંદ, શ્રીનાથજી ગોપાલ જી, રાધા-કૃષ્ણ, સીતા- રામ- લક્ષ્મણ ભગવાનને નવા વસ્ત્રો તથા અલંકારો પહેરવવામાં આવ્યા. જ્યારે મંદિરના ભક્તો દ્વારા આખો ગોવર્ધન પર્વત બનાવામાં આવ્યો. આ ગોવર્ધન પર્વત બનાવવાની તૈયારી આગલા દિવસે રાતે ચાલુ થઇ હતી. જેમાં આખી રાત ભગવાન માટે શીરો બનાવવામાં આવ્યો. સવારે 4:30 કલાકે મંગળા આરતીથી સમગ્ર કાર્યક્રમ શરૂ થઇ ગયો. જેમાં અલગ અલગ પ્રકારનાં ડ્રાય ફ્રૂટ, ફ્રૂટ, ફરસાણથી આખો ગોવર્ધન તૈયાર કરવામાં આવ્યો.