રાષ્ટ્રીય સ્તરની CIVF સ્ટાર્ટઅપ મીટ યોજાઈ

ચાંગા: ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારૂસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) દ્વારા 8 જુલાઈ શનિવારે નેશનલ લેવલની CIVF સ્ટાર્ટઅપ મીટ યોજવામાં આવી હતી. જેમાં 45 સ્ટાર્ટઅપના ફાઉન્ડર- કો ફાઉન્ડર્સ અને 13 મેન્ટર્સ-  કંપનીના સત્તાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્ટાર્ટઅપ ફાઉન્ડર સાથે એક્સિલરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

CIVFના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મીટ સફળતાપૂર્વક પૂરી થઈ હતી. આ પ્રસંગે NDDB કંપનીના સત્તાવાળાઓ એગ્રિકલ્ચર અને લાઇવ સ્ટોક સેક્ટરના સ્ટાર્ટઅપને માર્કેટ એક્સેસ આપવા માટે હાજર રહ્યા હતા. જ્યારે HDFCના CSR ફંડ એલોકેટર્સ સોશિયલ ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા હાજર રહ્યા હતા.

આ પ્રસંગે CIVFના ચેરમેન ઓફ બોર્ડ ઓફ ડિરેકટર્સ ડો. આર.  વી.  ઉપાધ્યાય,  CIVFના ડિરેક્ટર મધુબહેન પટેલ, જયંતભાઈ પટેલ, કેળવણી મંડળના જોઇન્ટ સેક્રેટરી અને સોજિત્રાના ધારાસભ્ય  વિપુલભાઈ પટેલ અને CIVFના ડિરેક્ટર ડો. અતુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટરોને હસ્તે સ્ટાર્ટઅપને રેકગ્નિસન લેટર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિરેક્ટરોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ મીટના આયોજનને સફળ બનાવવા માટે ઓર્ગેનાઇઝિંગ કમિટીના સભ્યો ડો. મિત્તલ દેસાઇ, ડો. જૈમિન ઊંડાવિયા, ડો. અશ્વિન મકવાણા, ડો. પ્રમોદ પટેલ, માધવ ઓઝા, કૃતેન પટેલ, હરિભાઈ પટેલ, નિશી પુરોહિત, જયશ્રી મહેતા, ડો. વંદના ઠાકુર, વિપુલ ભટ્ટ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.