મોદીએ એકતા મોલ, ન્યુટ્રિશિયન પાર્ક તેમ જ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન મોદી ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે સીધા કેવડિયા પહોંચ્યા હતા. જ્યાં તેઓ 17 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં તેમનું કેવડિયા આગમન થયું હતું. જ્યાં અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. કેવડિયામાં પીએમ મોદી વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમ જ નવા ચાર પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે.

મોદીએ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કનુ ઉદઘાટન કર્યું

વડા પ્રધાને એકતા મોલ બાદ મોદીએ કેવડિયા કેમ્પસમાં બનાવેલ સમગ્ર વિશ્વનો સૌપ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કનુ ઉદઘાટન કર્યું. પીએમ મોદીને બાળકો સાથે હંમેશાં લગાવ રહ્યો છે, તેથી તેમના માટે આ ખાસ પાર્ક બનાવ્યો છે. અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌપ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થિમ બેઝ પાર્ક ૩પ,૦૦૦ ચોરમીટર વિસ્તારમાં પથરાયેલો છે.

એક્તા મોલમાં ગુર્જરીથી લઈને કાશ્મીર સુધીના હેન્ડિક્રાફ્ટ મળશે 


દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે એ માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફૂટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાં-જુદાં રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડિક્રાફટ એમ્પોરિયમ છે. મોદીએ એક્તા મોલનું ઉદઘાટન કર્યું હતું. તેઓ થોડા સમય માટે એક્તા મોલની મુલાકાત કરીને હેન્ડિક્રાફ્ટની માહિતી મેળવી હતી.

આરોગ્ય વનનું ઉદઘાટન

આરોગ્ય વનનું સૌથી પહેલા મોદીએ ઉદઘાટન કર્યું. મોદીએ ખાસ સમય ફાળીને આરોગ્ય વનની માહિતી મેળવી હતી. તેમણે કેટલાંક આરોગ્યપ્રદ વૃક્ષો અને પ્લાન્ટ્સની માહિતી મેળવી હતી. ઔષધિય પ્લાન્ટ્સ વિશે પણ પીએમ મોદીએ મેળવી હતી. માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

મોદીના બપોર પછીના કાર્યક્રમો

ત્યાર બાદ વડા પ્રધાન 3.30 કલાકથી પાંચ કલાક દરમ્યાન તેઓ જંગલ સફારીનું લોકાર્પણ કરવાના છે. એ પછી તેઓ જાઇનેમિક ડેમ લાઇટિંગનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ 7.20 કલાકકે વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું લોન્ચિંગ કરશએ. 7.25થી 7.35 સુધી તેઓ યુનિટી ગાર્ડનની મુલાકાત લઈને એનું લોકાર્પણ કરશે અને છેલ્લે તેઓ કેકટ્સ ગાર્ડનનું લોકાર્પણ કરવાના છે.

વડા પ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે
વડા પ્રધાન મોદી આવતી કાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે.

મોદીએ શ્રદ્ધાંજલિ આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. મોદીએ સવારે એરપોર્ટથી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના  નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. પીએમ મોદીએ આજે અહીં આવીને અમોને સાંત્વના આપી છે. બાપાને કોવિડ થયો હતો ત્યારથી પીએમ બાપાની ખબર પૂછતા રહ્યા હતા. આજે પણ તેઓ પરિવારના સભ્ય તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા, જેથી અમને ખૂબ જ  સારુ લાગ્યું છે.  દિલસોજી પાઠવવા બદલ અમે તેમના આભારી છીએ, એમ કેશુબાપાની દીકરીએ વડા પ્રધાનનો આભાર માનતા જણાવ્યું હતું.

ત્યાર બાદ તેઓ મહેશ-નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે બંન્ને બંધુઓને શ્રદ્ધાંજલિ આપીને કનોડિયા પરિવારને સાંત્વના આપી હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]