મહાશિવરાત્રી 2020: જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

હાશિવરાત્રી 2020: હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક એટલે મહાશિવરાત્રી. શિવભક્તો આખુ વર્ષ ભોલે ભંડારીની વિશેષ આરાધના કરવા માટે આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. એક એવી માન્યતા છે કે, મહાશિવરાત્રીના દિવસે જે પણ ભક્ત સાચા મનથી શિવલિંગને અભિષેક કે જળ ચઢાવે છે તેમને મહાદેવની વિશેષ કૃષા મળે છે. એવુ પણ કહેવાય છે કે, શિવ એટલા ભોળા છે કે જો અજાણતા પણ શિવલિંગની પૂજા કરે તો તેમને પણ શિવ કૃષા પ્રાપ્ત થઈ જાય છે. આ જ કારણે ભગવાન શિવ શંકરને ભોળાનાથ કહેવામાં આવે છે. વર્ષમાં આવતી 12 શિવરાત્રીઓમાંથી ફાગણ મહિનાના કૃષ્ણપક્ષમાં આવતી મહાશિવરાત્રીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

હિન્દુ પંચાગ અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણપક્ષમાં ચૌદસના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર દર વર્ષે મહાશિવરાત્રી ફેબ્રુઆરીકે માર્ચ મહિનામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ છે.

મહાશિવરાત્રીની તારીખ અને શુભ મુહૂર્ત

  • મહાશિવરાત્રીની તારીખ: 21 ફેબ્રુઆરી 2020-02-20
  • ચૌદસની તિથિ પ્રારંભ: 21 ફેબ્રુઆરી 2020 સાંજે 5 વાગ્યાને 20 મિનિટથી શરુ થશે, જે 22 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગીને 2 મિનિટે પૂર્ણ થશે.
  • રાત્રી પ્રહર પૂજાનો સમય: 21 ફેબ્રુઆરી 2020ના રોજ સાંજે 6:41 વાગ્યાથી રાતના 12:52 સુધી

 

પૂજન સામગ્રી

મહાશિવરાત્રીના વ્રતની ઉજવણી માટે સામગ્રીમાં શમીનાં પાન, સુગંધિત ફૂલો, બિલીપત્ર, ધતુરો, શણ, પ્લમ, , જવ, તુલસીના પાન, ગાયનું દૂધ, શેરડીનો રસ, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજળ, પવિત્ર જળ, કપૂર, ધૂપ, દીપ, રૂ, ચંદન, પંચ ફળ, પંચ મેવા, પંચામૃત, સુંગધિત અતર ભગવાન શિવ અને માતા પાર્વતીની શણગારની સામગ્રી, દક્ષિણા, પૂજાના વાસણો વગેરે.

મહાશિવરાત્રીની પૂજન વિધિ

  • મહાશિવરાત્રીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.
  • ત્યારપથી શિવ મંદિરે અથવા તો ધરે મંદિરમાં જ શિવલિંગ પર જળ ચઢાવવું.
  • શિવલિંગ પર જળ ચઢાવવા માટે સૌથી પહેલા તાંબાના એક લોટામાં ગંગાજળ લેવું. તેમાં ચોખા અને સફેદ ચંદન ભેળવીને ‘ ઓમ નમ: શિવાય મંત્રનો ઉચ્ચાર કરતા કરતા શિવલિંગ પર જળ ચઢાવવું.
  • જળ ચઢાવ્યા પછી ઉપર જણાવેલી સામગ્રી એક એક કરીને શિવલિંગ પર ચઢાવવી.
  • શમીના પાન ચઢાવતી વખતે નીચે મુજબનો મંત્ર બોલવો

  अमंगलानां च शमनीं शमनीं दुष्कृतस्य च।

  दु:स्वप्रनाशिनीं धन्यां प्रपद्येहं शमीं शुभाम्।।

  • શમીના પાન ચઢાવ્યા પછી શિવજીને કપૂરથી આરતી ઉતારી પ્રસાદ વહેચવો.
  • શિવરાત્રીના દિવસે રાત્રી જાગરણ ફળદાયક માનાવામાં આવે છે.

શિવરાત્રીનું પૂજન નિશીથ કાળમાં કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રાત્રીના આઠમાં મુહૂર્તને નિશીથ કાળ કહેવામાં આવે છે. જો કે, ભક્તો રાત્રીના ચારેય પ્રહરોમાંથી કોઈપણ એક પ્રહારમાં સાચી શ્રદ્ધાભાવથી શિવ પૂજા કરી શકે છે. મહાશિવરાત્રીના દિવસે શિવ પુરાણનો પાઠ અને મહામૃત્યુંજય મંત્ર કે શિવના પંચાક્ષર મંત્ર ‘ઓમ નમ: શિવાય’ નો જાપ કરવો જોઈએ.