ગાંધીનગર- લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં મતદાન અને મતદારો તેમ જ વિવિધ કાર્યવાહીને લઈને ગુજરત ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થવા ઉપરાંત વિવિધ પ્રકારની સૂચનાઓ વહીવટીતંત્રને પાઠવવામાં આવી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતાનો ચુસ્તપણે પાલન કરવા રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ સૂચનાઓ જારી કરી છે અને તેના અસરકારક અમલી કરણ માટે વહીવટીતંત્રને જણાવવામાં આવ્યું છે.વિગતવાર માહિતી આપતા રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલીક્રિષ્નને જણાવ્યું કે ગુજરાત રાજ્યની ૨૬ બેઠકો માટે તા. ૨૩/૦૪/૨૦૧૯ નાં રોજ મતદાન યોજાનાર છે. તા. ૨૮/૦૩/૨૦૧૯ થી. તા. ૦૪/૦૪/૨૦૧૯ સુધી ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો સવારે ૧૧.૦૦ કલાકથી બપોરનાં ૦૩.૦૦ કલાક સુધી ભરી શકશે. તા. ૨૩/૦૫/૨૦૧૯ ના રોજ ગુજરાત સહિત દેશની તમામ બેઠકોની મતગણતરી થશે. તા. ૨૭/૦૫/૨૦૧૯નાં રોજ લોકસભા ચૂંટણીઓ ૨૦૧૯ પૂર્ણ થશે.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ગુજરાતની ૨૬ સંસદીય બેઠકોની વિગતો આપતાં જણાવ્યું કે નવા સીમાંકન મુજબ ૨૬ બેઠકોમાં ૧- કચ્છ(અ.જા.), ૨-બનાસકાંઠા, ૩-પાટણ, ૪-મહેસાણા, ૫-સાબરકાંઠા, ૬- ગાંધીનગર, ૭-અમદાવાદ પૂર્વ, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા), ૯-સુરેન્દ્રનગર, ૧૦-રાજકોટ, ૧૧- પોરબંદર, ૧૨-જામનગર, ૧૩-જૂનાગઢ, ૧૪- અમરેલી, ૧૫-ભાવનગર, ૧૬-આણંદ, ૧૭-ખેડા, ૧૮-પંચમહાલ, ૧૯-દાહોદ(અ.જ.જા.), ૨૦-વડોદરા, ૨૧-છોટાઉદેપુર(અ.જ.જા.), ૨૨-ભરૂચ, ૨૩- બારડોલી(અ.જ.જા.), ૨૪- સુરત, ૨૫- નવસારીઅને ૨૬-વલસાડ(અ.જ.જા.)નો સમાવેશ થાય છે.
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 4.47 કરોડ ઉપરાંત મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં 51,709 મતદાન મથકોમાં મતદાન યોજાશે.
|
લોકસભાની ચૂંટણીની આદર્શ સંહિતા દરમિયાન મળેલ ફરિયાદોના નિવારણ માટે કરવામાં આવેલી વ્યવસ્થા-
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ ના ઉપલક્ષમાં ભારત નિર્વાચન આયોગની સૂચનાઓ મુજબ મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય દ્વારા આદર્શ આચાર સંહિતાના અમલના સમયગાળા દરમ્યાન મળતી વિવિધ ફરિયાદોના નિરાકરણ માટે નીચે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
ટોલ ફ્રી હેલ્પલાઈન- 1950
- ઉપર કોઇપણ નાગરિક ફોન કરીને માર્ગદર્શન મેળવી શકશે અથવા ફરીયાદ નોંધાવી શકશે. તેમજ દરેક જિલ્લામાં પણ ફરિયાદ નિવારણ માટે ટોલ ફ્રી હેલ્પ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હેલ્પલાઈન પર કોલ કરવાથી રાજ્યનો કોઈપણ નાગરિક ચુંટણી સંબંધી માહિતી જેવી કે ચુંટણી કાર્ડ બનાવવું, તેમાં સુધારા કરાવવા, પોતાના પોલીંગ સ્ટેશનનું સ્થળ તથા ચુંટણી દરમ્યાન આચાર સંહિતાના ભંગ અંગેની કે અન્ય કોઈ ચુંટણી સંબંધી ફરિયાદ કરી શકે છે.
VIGIL એપ્લિકેશન
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નાગરિકોઆચાર સંહિતા ભંગ અને ખર્ચ સિમા ઉલ્લંધનની ફરિયાદ અન્વયે ફરિયાદ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવેલ છે,આ એપ્લીકેશન Google play storeઉપરથી ડાઉનલોડ થઇ શકશે.આ એપ્લીકેશન દ્વારા કોઇ પણ નાગરિક પોતાનું નામ જાહેર કરીને કે કર્યા સિવાય આ એપ્લીકેશનથી ફરિયાદો મોકલી શકશે.
નાગરિકો પોતાના વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીપ્રક્રિયા દરમિયાન આચારસહિંતાના ભંગની ઘટનાનો આ એપ્લીકેશનમાં લાઇવ ફોટો/વિડીયો રેકોર્ડ કરીને ફરિયાદ સ્વરૂપે મોકલી શકશે.
લોકસભા સામાન્ય ચૂ્ંટણી-૨૦૧૯ અન્વયે તા.૧૦/૦૩/૨૦૧૯ના રોજથી અમલમાં આવતી આદર્શ આચાર સંહિતા(Model Code of Conduct).
૧. આજ તા.૧૦/૦૩/૨૦૧૯ના રોજ ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી ઘ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ હોવાથી આજરોજથી આદર્શ આચારસંહિતા લાગુ પડેલ છે.
ર. મંત્રીશ્રીઓ/સત્તાધિકારીઓસત્તાધારી પક્ષની તરફેણમાં, મતદારો પ્રભાવિત થાય તેવા હેતુસરકોઇપણ રૂપમાં કોઇપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકશે નહીં.
૩. ચૂંટણી દરમિયાન મતદારો પર પ્રભાવ પાડે તેવી કોઇપણ પરિયોજના/યોજના કે યોજનાનીશિલારોપણ વિધિ, ઉદઘાટન/લોકાર્પણ, રાહતો કે અન્ય નીતિવિષયક બાબતો રાજય સરકાર કે સત્તાધારી પક્ષ જાહેર કરી શકશે નહીં.
૪.કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીશ્રીઓ તેમજ બોર્ડ/નિગમ/સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પદાધિકારીઓ ચૂંટણી પૂર્ણ થતાં સુધી કોઇપણ લોકસભા મત વિભાગની કચેરી કામ (Official Work)અર્થે મુલાકાત લઇ શકશે નહીં.
૫.મંત્રીશ્રીઓ તેમને ફાળવવામાં આવેલ કે અન્ય સરકારી વાહનોનો ઉપયોગ માત્ર તેમના મુખ્ય મથકમાં રહેઠાણેથી કચેરી આવવા અને પરત જવા માટે જ કરી શકશે.
૬. કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીશ્રીઓ વિગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બીલકુલ ઉપયોગ કરી શકશે નહીં.
૭.વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો કોઇપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણાં)નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં. રાજકીય પદાધિકારીઓ વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં.
૮.ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોનો અને સિધ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાનપત્રો તથા અન્ય માધ્યમો ધ્વારા સરકારી ખર્ચ/જાહેર નાણા ધ્વારા ન કરવામાં આવે, તેમજ સરકારી માધ્યમનો દુરુપયોગ ન થાય તે જોવાનું રહેશે.
૯. માનવ સર્જિત અગર કુદરતી આપત્તિના પ્રસંગે ભારતના ચૂંટણી આયોગની જાણ હેઠળ પ્રવર્તમાન દરોએ સીધેસીધી અસરગ્રસ્તોને ઉચ્ચક સહાય આપી શકાશે, પરંતુ, આવા પ્રસંગોએ ઉચ્ચક સહાય આપવાના પ્રવર્તમાન દરોમાં ભારતના ચૂંટણી આયોગની પૂર્વ મંજુરી સિવાય ફેરફાર કરી શકાશે નહીં.
૧૦. કોઇપણ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત/પૂર ગ્રસ્ત કે આવી કુદરતી આફતોના અસરગ્રસ્ત વિસ્તાર તરીકે ભારતના ચૂંટણી આયોગની પૂર્વ મંજુરી સિવાય જાહેર કરી શકાશે નહીં. ચૂંટણી યોજવાના પૂર્વે જાહેર કરેલ કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તારો ચૂંટણી આયોગ, નવી દિલ્હીની પૂર્વ મંજુરી સિવાય વિસ્તારી શકાશે નહીં.
૧૧.કોઈ પણ કામો (રાહત કામો સહિત) શરૂ કરતી સમયે કે વિકાસ પ્રવૃતિઓ કરતી સમયે કોઈપણ જાતના ઔપચારિક સમારંભો કે જેમાં રાજકીય મહાનુભાવોની હાજરી હોય તેવા સમારંભો રાખી શકાશે નહીં.
૧૨. આ ચૂંટણી સાથે સીધી રીતે સંકળાયેલ અધિકારીઓ/કર્મચારીઓની ભારતના ચૂંટણી આયોગ,
નવી દિલ્હી ઘ્વારા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન બદલીઓ કરી શકાશે નહીં. ચૂંટણીની કામગીરી ઘણી જ વિશાળ છે અને રાજયના સમગ્ર વહીવટી તંત્રનો ચૂંટણીની કામગીરી માટે સંપૂર્ણ સહકાર મેળવવો આવશ્યક અને અનિવાર્ય બની રહે છે. આથી રાજય સરકારના, પંચાયતોના, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, બોર્ડ/કોર્પોરેશનો વગેરેના વર્ગ-૧ થી શરૂ કરીને વર્ગ-૪ સુધીના તમામ કર્મચારીઓની સેવાઓ ચૂંટણીના કામે ઉપલબ્ધ કરવી જરૂરી છે. જો આ અધિકારીઓ/કર્મચારીઓની બદલી કરવામાં આવે કે રજાઓ મંજૂર કરવામાં આવે તો ચૂંટણી સંચાલન અને આયોજન તેમજ વ્યવસ્થા તંત્રને વિપરિત અસર થવાની સંભાવના રહેલી છે. જે ધ્યાને લઇને લોકસભાની સામાન્ય ચૂંટણીની કામગીરી સંબંધમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધી અધિકારીઓ/કર્મચારીઓની રજા તેમજ બદલી પર પ્રતિબંધ રહેશે.
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ
- લોકસભા / રાજ્ય વિધાનસભાના ઉમેદવારે ચૂંટણી અંગેના ખર્ચની મર્યાદા નક્કી કરવા માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧નીકલમ-૭૭(૩)હેઠળજોગવાઈ કરવામાં આવેલ છે (લોકસભાની પ્રત્યેક બેઠક માટે ગુજરાત રાજય માટે રૂ ૭૦.૦૦ લાખની મર્યાદા પંચ દ્વારા નક્કી કરાયેલ છે). તદઅનુસાર ચુંટણી સંચાલન નિયમો, ૧૯૬૧ના નિયમ ૯૦ મુજબ નક્કિ થયેલ મર્યાદામાં ખર્ચ કરવાનો રહે છે.
- લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧નીકલમ-૭૭(૧)થીલોકસભાઅથવારાજ્યવિધાનસભાનાપ્રત્યેકઉમેદવા૨માટે, તેનીનામનિયુકિતથાયતેતારીખથીચૂંટણીનુંપરિણામજાહે૨થાય, (બંનેતારીખોનોસમાવેશકરીને) તેસમયગાળાદ૨મિયાનતેણેઅથવાતેણેઅધિકૃતકરેલાચૂંટણીએજન્ટેકરેલાતમામખર્ચનોઅલગઅનેસાચોહિસાબ આ અંગે નિયત થયેલ રજીસ્ટરમાં – રોજબરોજ રાખવાનુંફ૨જીયાતછે.
- આવા ખર્ચની મર્યાદા નક્કિ કરવાની જોગવાઈ કરવા અંગેના મુખ્ય બે હેતુ છે.
(૧) કોઈપણ ઉમેદવાર/ પક્ષ તેની મર્યાદિત નાણાકિય શક્તિના આધારે સમાનતાના ધોરણે ચુંટણી લડી શકે અને ચડિયાતી નાણાકિય શક્તિ ધરાવતા ઉમેદવાર / પક્ષ વધારે લાભ ન મેળવે,(૨) ચુંટણી પ્રકિયામાં વધુ નાણાકિય શક્તિનો પ્રભાવ/ વગ દૂર કરવાનો છે.
- લોકપ્રતિનિધિત્વઅધિનિયમ, ૧૯૫૧નીકલમ-૭૮ની જોગવાઈ મુજબ ચુંટણી લડતા દરેક ઉમેદવારે ચુંટણી પરિણામ જાહેર થયાના ૩૦ દિવસની અંદર જિલ્લા ચુંટણી અધિકારીને ચુંટણી ખર્ચની એક ખરી નકલ આપવાની રહે છે. યોગ્ય અને વાજબી કારણ આપ્યા સિવાય આ સમયમર્યાદા જાળવવામાં ઉમેદવાર નિષ્ફળ રહે તો લોકપ્રતિનિધિત્વઅધિનિયમ, ૧૯૫૧નીકલમ-૧૦(ક)મુજબ ભારતનું ચુંટણી પંચ સંબંધિત ઉમેદવારને ગેરલાયક ઠેરવી શકે છે.
- ચુંટણી ખર્ચ પર દેખરેખ –નિયંત્રણ રાખવા અંગે ભારતના ચુંટણી પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકની નિમણુંક કરવામાં આવશે.પ્રત્યેક વિધાનસભા મત વિસ્તાર દીઠ એક મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણુંક જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા ખર્ચ નિરીક્ષકના પરામર્શમાં કરવામાં આવશે.
- ચુંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે રાજ્ય કક્ષાએ પોલીસના તેમજ આવક્વેરા વિભાગના નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવેલ છે.
- ચુંટણી ખર્ચના નિયંત્રણ માટે નીચે મુજબની ટૂકડીઓ (Team) કામ કરશે.
- (૧) વીડિયો નિરીક્ષણ ટૂકડી(Video Surveillance Team), (૨) વીડિયો દેખરેખ ટૂકડી(Video Viewing Team), (3) MCMC (૪) સ્થાયી દેખરેખ ટૂકડી (Static Surveillance Team), (૫) ફ્લાઈંગ સ્ક્વોડ (Flying Squad) વગેરેની નિમણુંક કરવામાં આવેલ છે. આ તમામ ટીમો ચુંટણી જાહેર થયાની તારીખથી અમલમાં આવશે. આ ટૂકડીઓ ચુંટણી ખર્ચ માટે નિમાયેલ હિસાબી ટૂકડીને રીપોર્ટીંગ કરશે, તેના આધારે શેડો નિરીક્ષણ રજિસ્ટર નિભાવવામાં આવશે અને તેના આધારે જિલ્લા કક્ષાએ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
- જિલ્લા કક્ષાએ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબો ત્રણ વખત ચકાસણી થશે, ચકાસાયેલા હિસાબો સી.ઈ.ઓ.ની વેબસાઈટ પર મુકવામાં આવાનાર છે.
- સ્થાયી દેખરેખ ટૂકડી (Static Surveillance Team) નોટીફીકેશનની તારીખથી અમલમાં આવશે.
- ઉપરાંત ૨૪ x ૭ કલાક કાર્યરત ફરીયાદ નિયંત્રણ કક્ષની જિલ્લા કક્ષાએ રચના કરવામાં આવેલ છે. આવકવેરા વિભાગ દ્વારા પણ ૨૪ X ૭ કંટ્રોલ રૂમની રચના કરવામાં આવનાર છે.
- (૧) સ્થાયી દેખરેખ ટૂકડી (Static Surveillance Team), (૨) ફ્લાઈંગ સ્ક્વોડ (Flying Squad) જેવી ટીમોએ ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણની સુચનાઓના આધારે કાર્યવાહિ કરવાની રહે છે. ચુંટણી પ્રચારની સામગ્રી સહિત અને ચુંટણી લડતા ઉમેદવાર કે પક્ષના કાર્યકર સાથે સંબંધિત હોય તેવા વાહન સાથે જો રૂ. ૫૦,૦૦૦/- થી વધુ રોકડ અથવા રૂ. ૧૦,૦૦૦/- થી વધુ મુલ્યની ભેટ – સોગાદોઅથવાનશીલી દવાઓ, દારૂ, હથિયારો પકડાશે કે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય તો ચૂટણી પંચે નિયત કરેલ કાર્યપદ્ધતિ (Standard Operating Procedure – SOP) મુજબ ટીમો દ્વારા કાર્યવાહી કરવાની રહેશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ સંદર્ભે ઇવીએમ તથા વીવીપેટની ઉપલબ્ધિ બાબત.
- ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં હાલની સ્થિતિએ કુલ ૫૧૭૦૯ મતદાન મથકોની સંખ્યા ધ્યાને લઇને ૮૦૩૦૦ બીયુ (૧૫૫%), ૬૭૦૦૦ સીયુ (૧૩૦%) અને વીવીપેટ ૬૯૫૯૦ (૧૩૫%) નવા BELM3મેકના ફેક્ટરી ખાતેથી ફાળવવામાં આવ્યા હતા.
- BELના કંપનીના અધિકૃત એન્જીનીયર દ્વારા આ મશીનોની ફર્સ્ટલેવલ ચેકીંગ (FLC) તા.૦૪/૧૨/૨૦૧૮ થી હાથ ધરવામાં આવ્યુ હતું. ભારતના ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે અમલ કરી FLCની કામગીરી તમામ જિલ્લામાં કરવામાં આવી રહી છે.
- હાલ રાજ્યમાં ૭૯૧૪૩ બીયુ (૧૫૩%), ૬૩૪૦૬ સીયુ (૧૨૩%) અને ૬૬૯૯૬વીવીપેટ (૧૩૦%) FLC OK મશીન ઉપલબ્ધ છે, જે મતદાન મથકોની સંખ્યા ધ્યાને લેતા ચૂંટણી સંચાલન પૂરતી સંખ્યામાં છે.
- FLC OK થયેલ તમામ મશીનો હાલ ૩૩ જિલ્લા સ્ટ્રોંગરૂમમાં પૂરતી સુરક્ષા હેઠળ રાખવામાં આવેલ છે. ટૂંક સમયમાં જે તે જિલ્લા દ્વારા, જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારવાર આ મશીનોની ફાળવણી First Randomization દ્વારા કરવામાં આવશે.
ચૂંટણીપંચે આપેલી માહિતી મુજબ….
General Elections to LokSabha – 2019 Gujarat State
(1) Parliamentary Constituencies : 26 (General-20, SC-2, ST-4)
SC(2) : 01-Kachchh(SC), 08-Ahmedabad West(SC)
ST(4) : 19-Dahod (ST), 21-Chhota Udaipur(ST), 23-Bardoli(ST),26-Valsad(ST)
(2) Electors : 4,47,46,179
Male : 2,32,56,688
Female : 2,14,88,437
Other : 1,054
(3) EPIC Holders : 4,47,44,531 (99.99%)
(4) Electors without EPIC : 1,648 (0.003%)
(5) Images in Roll : 4,47,44,303 (99.99%)
(6) Electors without Image in Roll : 1,876 (0.004%)
(7) Polling Stations : 51,709
Urban PS : 17,330
Rural PS : 34,379
(8) Polling Station Locations : 29,147
Urban PSL : 6,109
Rural PSL : 23,038
(9) Polling Stations having Electors:
1 to 500 | 501 to 1000 | 1001 to 1500 | More than 1500 |
3895 | 31056 | 16750 | 8 |
(10) Polling Station Location having Polling Stations:
1
PS |
2
PS |
3
PS |
4
PS |
5
PS |
6
PS |
7
PS |
8
PS |
9
PS |
10
PS |
11
PS |
12
PS |
13
PS |
15750 | 8652 | 2494 | 1177 | 521 | 268 | 144 | 81 | 20 | 29 | 6 | 5 | 0 |
(11) Age wise Electors:
Final Roll (published on 31.01.2019) | |
Age Group | Electors |
18-19 | 7,67,064 |
20-29 | 98,68,243 |
30-39 | 1,15,11,639 |
40-49 | 89,80,735 |
50-59 | 67,28,586 |
60-69 | 40,76,013 |
70-79 | 20,75,743 |
80+ | 7,38,156 |