કોંગ્રેસમાં જોડાતાં પહેલાં હાર્દિક પટેલનો ઘટસ્ફોટ..જૂઓ વિડીયો મુલાકાત…

અમદાવાદ– દેશભરમાં રાજકારણ ગરમાયું છે, નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે, તો નવા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે, ત્યારે સમાજને ન્યાય આપવા અને સમાજની સેવાની વાતો કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ પણ રાજકારણમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.12 માર્ચે કોંગ્રેસ હાઈકમાન્ડની હાજરીમાં હાર્દિક કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કરશે. આ સંદર્ભે Chitralekha.com રીપોર્ટર પરેશ ચૌહાણે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી…વિડીયો નિહાળવા ક્લિક કરો…

પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે કૉંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને આની જાહેરાત કરી છે. પટેલ 12 માર્ચનાં રોજ રાહુલ ગાંધી અને કૉંગ્રેસનાં અન્ય સીનિયર નેતાઓની હાજરીમાં જોડાશે. આ ઉપરાંત હાર્દિક પટેલ જામનગરથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.