પોઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં પુસ્તકો ‘સમાજની સારપ’, ‘સમાજની મિત્રતા’નું લોકાર્પણ

અમદાવાદઃ જાણીતા લેખક અને પત્રકાર રમેશ તન્નાનાં પોઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં પુસ્તકો “સમાજની સારપ” અને “સમાજની મિત્રતા”નું સમાજ-નાયકોના હસ્તે સૌરભ ઉદ્યાનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે સમાજની હકારાત્મકતાને રજૂ કરતાં આ પુસ્તકોએ સમાજ પર મોટી અને સારી અસર કરી છે.

નવી સવાર સંસ્થા વતી અનિતા તન્નાએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે લેખક રમેશ તન્નાએ જણાવ્યું હતું કે સમાજમાં પ્રચુર માત્રામાં પોઝિટિવીટી છે. ઉત્તમ રીતે જીવનારા અને નિઃસ્વાર્થભાવે કાર્ય કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જ્યારે પોઝિટિવિટીનાં પુસ્તકો સમાજ સુધી પહોંચે છે ત્યારે તેની ઘણી ઉમદા અને ઉત્તમ અસર પડે છે.