IPS પિયુષ પટેલની ACB ડિરેક્ટર તરીકે નિમણૂક

અમદાવાદ: પાછલા ઘણા સમયથી ACBની ડિરેક્ટરની પોસ્ટ ખાલી પડી હતી. જ્યાં હવે કેન્દ્રમાંથી ડેપ્યુટેશન બાદ IPS પિયુષ પટેલની રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. IPS સમશેર સિંઘના કેન્દ્ર સરકારમાં થયેલા ડેપ્યુટેશનના હુકમ બાદ પોસ્ટ ખાલી હતી અને બીજી બાજુ પિયુષ પટેલ પણ પોસ્ટિંગની રાહ જોતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પિયુષ પટેલને ઇન્ટેલિજન્સ બ્યુરોના પોસ્ટિંગ આપવાની ચર્ચાઓ થતી હતી પરંતુ તેમને હવે ACB માં મૂકવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં કરવામાં આવ્યું છે કે 1998 બેચના IPS પિયુષ પુરુષોત્તમદાસ પટેલની નિયુક્તિ એન્ટી-કરપ્શન બ્યુરો, અમદાવાદના ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે. આ નિમણૂક રાજ્યપાલના આદેશથી કરવામાં આવી છે જેમાં નવા પદ પર તાત્કાલિક ચાર્જ સંભાળવાના આદેશ આપવામાં આવ્યા છે. પિયુષ પટેલે કેન્દ્ર સરકારમાં BSF માં વર્ષ 2023થી અને અગાઉ વિવિધ મહત્ત્વપૂર્ણ પદો પર સેવા આપી છે અને તેમની નિમણૂકથી રાજ્યમાં એન્ટી-કરપ્શન બ્યુરોના કાર્યોને ઘણાં સમયથી ડિરેક્ટરની ખાલી પડેલ જગ્યા ભરાશે.