રથયાત્રાને લઈ AMC એક્શન મોડમાં, 288 મકાનને આપી નોટિસ

ગુજરાતમાં પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જ્યારં આગામી 22 જૂનના જળયાત્રા યોજાવાની છે અને આગામી 7 જુલાઈના ભગવાન જગન્નાથ નગરચર્યા પર નિકળશે. જેને લઈ રથને શણગારવા સહિતને રથયાત્રા લગતી તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

રથયાત્રાને લઈ કોઈ દુર્ઘટાના ના સર્જાય તે માટે AMC પર એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાંથી પ્રતિ વર્ષે નીકળતી રથયાત્રાના રુટ ઉપર આવેલા ભયજનક મકાનનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા સર્વે કરવામા આવ્યો છે. મધ્યઝોનમાં રથયાત્રાના રુટ ઉપર દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 ભયજનક મકાન આવેલા છે.ઉપરાંત ખાડીયા વોર્ડમાં 111 ભયજનક મકાન આવેલા છે. ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવા એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શાહીબાગ ઉપરાંત દરિયાપુર, શાહપુર અને ખાડીયા વોર્ડમાં રથયાત્રા રુટ ઉપર આવેલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગ અંગે સર્વે કરીને તેને ઉતારી લેવા અંગે  નોટિસ આપવામા આવી છે. ગત વર્ષ રથયાત્રાના રુટ ઉપર આવેલા દરિયાપુરના એક મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી. ઉલ્લેખનીય છે કે અસારવા વિસ્તારમાં 3 મકાનને નોટીસ આપવામાં આવી છે. તો શાહીબાગ વિસ્તારમાં 8 નોટિસ આપી છે. જ્યારે દરિયાપુરમાં સૌથી વધુ 150, શાહપુરમાં 04, ખાડીયામાં 111 અને જમાલપુર વિસ્તારમાં 12 મકાનને નોટિલ આપવામાં આવી છે. આમ કુલ 288 મકાન ભયજનક લાગતા ઉતારી લેવાની નોટિસ મોકલવામાં આવી છે.