નાણાંપ્રધાન નિતીન પટેલની બજેટ રજૂઆતોમાં…
નિતીન પટેલે બરાબર 12.11 કલાકે બજેટીય પ્રવચન શરુ કર્યું
અમારી સરકારના આયોજનોની રુપરેખાના કારણે ગુજરાતની સફળ વિકાસગાથાની નોંધ લીધી છે. પ્રજાએ વિશ્વાસની મહોર મારી છે તે માટે ઋણી છીએ
વાઈબ્રન્ટ થકી ગુજરાતની આગવી ઓળખ ઊભી કરી છે
ખેડૂતોના વિકાસ માટેની યોજનાઓ, સિંચાઈ, વીજળી, પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ
વિકાસલક્ષી કામગીરીની નોંધ પ્રજા, દેશ અને વિદેશે લીધી છે,રાજ્યના વિકાસ માટે સરકાર આગળ વધી રહી છે.
સર્વાગી વિકાસ થાય તેવું બજેટ લોકોને સુવિધા મળે તેવું બજેટ સૌનો સાથ સૌનો વિકાસ… તે ખરા અર્થમાં ચરિતાર્થ થયો છે
કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની સહાયરાશિની યોજના માટે ગુજરાત સરકારે પૂરજોશમાં કામ કરતાં લગભગ 40 લાખ ફોર્મ ભરાશે
આ યોજના સતત ચાલુ રહેશે, ખેડૂતોને ક્રમશઃ લાભ મળતો રહેશે, અમે પીએમ મોદીનો એ માટે આભાર માનીએ છીએ
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી પ્રવાસન ક્ષેત્રે લાભ, 10 ટકા સવર્ણ અનામતથી સૌને લાભ મળશે
8 ડીસીલિશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેનાથી મીઠાં પાણીની અછત ઓછી થશે
વીજક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર, 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટનું આયોજન, ધોલેરાને અમદાવાદ સાથે 6 લેન એક્સપ્રેસની કામગીરી શરુ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પ્રગતિમાં છે
કાયદાઓમાં સુધારાઓ કરીને ભ્રષ્ટાચાર દૂર કરવાની કામગરી, જમીન એનએ સહિતના અનેકાનેક પગલાં ભરવામાં આવ્યાં છે
રાજકોટમાં મ્યૂઝિયમમાં ગાંધીજીનું જીવન ઓડિયો. વિઝ્યુઅલ ગેલેરીમાં જીવંત કરવામાં આવ્યું, દાંડીમાં સોલ્ટ સત્યાગ્રહ સ્મારક બનાવ્યું છે
2013-2017માં ગુજરાતનો સરેરાશ જીડીપી 9.9 ટકા રહ્યો છે જે સૌથી ઊંચો છે તે જાળવ્યો, 11.2 ટકા જીડીપી 2018માં જાળવી રાખ્યો છે.
ગુજરાતનો આર્થિક દર 9.9 ટકા, માથાદીઠ આવકમાં 12.6 ટકાનો વધારો થયો છે.
2017-18ની ચોખ્ખી માથાદીઠ આવક 1,74,652, ગુજરાતનો 16.8 ટકા હિસ્સો
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત મોખરે
96 તાલુકાના 6,174 ગામો અછતગ્રસ્ત જાહેર કરાયાં છે. 2.60 લાખ પશુઓ માટે આર્થિક સહાય અપાઈ
ખેડૂતોના ખાતામાં 1500 કરોડથી વધુની રકમ અપાઈ છે
પશુપાલકોને બે રૂપિયે કિલો ઘાસ અપાય છે. મૂડીરોકાણ ક્ષેત્રે ગુજરાતે આગવી ઓળખ ઉભી કરી છે
વધારાની વીજળી માટે 436 કરોડ ખર્ચ્યાં સરકારે 8 કલાકને બદલે 10 કલાક વીજળી ખેડૂતોને આપી
કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકાના દરે વૃદ્ધિ થઈ છે
દેશમાં કૃષિ ઉત્પાદનમાં ગુજરાતનો 7.30 ટકાનો ફાળો
ખેડૂતોને લોન પર વ્યાજ સહાય, ખેડૂતોને ધીરાણ પર 0 ટકા વ્યાજ
જીએસડીપી વિકાસદર નાણાકીય શિસ્ત વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે
વાર્ષિક વૃદ્ધિ દર ૯.૯ ટકા છે જે દેશના મોટા રાજયોમાં સૌથી ઊચો
દેશના જીડીપીમાં 7.8% હિસ્સો ગુજરાતનો
ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. ૧,૭૪,૬૫૨ જે ૧૨.૬ ટકા વધુ
નિકાસમાં ગુજરાત દેશભરમા પ્રથમ કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૬.૮ ટકા હિસ્સો
પશુપાલનના વિકાસ માટે અનેક યોજનાઓ, દૂધનું માથાદીઠ ઉત્પાદન 564 ગ્રામ પ્રતિદિન
રાજ્યમાં દૂધના ઉત્પાદનમાં અને નિકાસમાં વધારો,દૂધના પાવડરની માગ ઓછી થઈ છે.
પશુપાલકોને 300 કરોડની સહાય,ગુજરાતમાં પશુઓની સંખ્યામાં 15.36 ટકાનો વધારો
અબોલ પશુઓ માટે એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ
નિતીન પટેલે ગૃહમાં હાસ્ય રેલાવ્યુઃ ઝીંગા માછલી મીઠી આવે છે, પણ હું ખાતો નથી
માછીમારોને મળતી ડીઝલ સબસિડી 12 રૂપિયાને બદલે 15 રૂપિયા કરાઈ
અછત સમયે ખેડૂતોના પડખે સરકાર
96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય
પશુધનને મદદરૂપ થવા પશુદીઠ 35 ની સહાય 40.84 કરોડ ચૂકવાયા
ખેડૂતોને આઠ કલાકના બદલે દશ કલાક વીજળી રાજય સરકારને 436 કરોડનું વધારાનુ ભારણ
ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતોને મદદરૂપ થવા 2285 કરોડનું ખાસ સહાય પેકેજ
કૃષિ ઉત્પાદનમા 12.11 ટકા દરે વૃદ્ધિ
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમા 27 લાખ ખેડૂતોને લાભ
ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધીરાણ રૂ.500 કરોડનુ રિવોલ્વિંગ ફંડ
ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમાં 500 કરોડની સહાય
હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી
બાગાયત પાક ઉત્પાદન 2021-22 મા 18.55 લાખ હેકટર લઇ જવાશે
પશુધન વસતી ગણતરીમાં 15.36 ટકા સાથે દેશમાં ગુજરાત પ્રથમ
સ્કીમ મિલ્ક પાવડરમાં નિકાસ માટે રૂ 300 કરોડની સહાય
પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે
અબોલ પશુ માટે કરુણા 1962 એમ્બ્યૂલન્સ સેવા શરૂ
હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત,ડીપ સી ફીસિંગ યુનિટ
ઝીંગા ઉછેર માટે 7500 હેકટર જમીન ફાળવાશે 25000 ઝીંગા ઉછેરકોને રોજગારી
બોટધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ 12ના બદલે રૂ 15 પ્રતિ લીટર સબસિડી અપાશે. 10,677 બોટધારકોને લાભ
વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે
પાકિસ્તાન જેલમાં બંધ ગુજરાતના માછીમારોના પરિવારને દૈનિક રૂ 150ના બદલે રૂ 300 અપાશે
જળસંશાધન
આ વખતે જળસંચય અભિયાન વહેલું અમલી બનાવાયું છે. શિયાળુ પાક માટે નર્મદાના પાણીનો લાભ
પાણી ગમે તેટલું હશે તો પણ ઓછું પડશે, ખેતીમાં ડ્રીપ ઈરિગેશન જરૂરી છે
સૌની યોજના-2માં 2615 કરોડના કામો મંજૂર કરાયાં છે. હજુ 35 તળાવો ભરાશે
ભાવનગરનું બોર તળાવ સૌની યોજનામાં સમાવી લેવાયું
થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન નંખાશે, 623 કરોડની યોજનાનું આયોજન
તળાવો ઉંડા કરવા માટે રકમની જોગવાઈ, ચેકડેમ રીપેર માટે 329 કરોડની જોગવાઈ
કચ્છ માટે 698 કરોડના કામ પ્રગતિ હેઠળ છે
18 હજાર ગામોમાં 15 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળ અભિયાન યોજાશે
સૌની યોજના પ્રથમ તબક્કામાં 22 જળાશયો 48 તળાવો 181 ચેકડેમ નર્મદાના નીરથી ભર્યાંફેઝ 2માં 57 જળાશયો જોડાશે 11,216 કરોડનું ખર્ચ ત્રીજા તબક્કાના 2615 કરોડના કામ મંજૂર
બનાસકાંઠા માટે રૂ 623 કરોડના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના
ઉચ્છલ નીઝર સોનગઢના 69,000 વિસ્તાર માટે 912 કરોડના ખર્ચે ઉકાઇ યોજના
૭૧૫ કરોડના ખર્ચે તાપી કરજણ ઉદવહન યોજના
દાહોદમાં 185 કરોડની કડાણા દાહોદ યોજના
જળસંચયના કામો માટે રૂ 329 કરોડનો ખર્ચ કરાશે
આરોગ્ય
મા વાત્સલ્ય યોજનામાં 68 લાખ પરિવારોને 3 લાખની સહાયને બદલે 5 લાખ રૂપિયાની સારવાર મળશે
મા વાત્સલ્ય યોજનામાં વાર્ષિક આવક મર્યાદા 3 લાખથી વધારીને 4 લાખ કરાઈ, 15 લાખ નવા પરિવારો જોડાઈ શકશે
મોટી જાહેરાતઃ આશાવર્કર બહેનોને માસિક મહેનતાણામાં બે હજારનો વધારો
મેડિકલની બેઠકમાં વધારો કરાયો છે. નડિયાદમાં મેડિકલ કોલેજને મંજૂરી
રાજ્યની દોઢ લાખ વિધવાબહેનોને મળતાં પેન્શન 1 હજારને બદલે વધારી 1250 કર્યું
વિધવા મહિલાનો દીકરો ગમે તેટલો મોટો હશે તેમને પેન્શન ચાલુ રહેશે,અગાઉ 18 વર્ષની મર્યાદા હતી.
વિધવા પેન્શન વધારાથી 349 કરોડનો વધારાનો ખર્ચ થશે
સવા બે લાખ વિધવા બહેનોને લાભ
53 હજાર આગણવાડીમાં કાર્યરત આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમા રૂ 900નો વધારો
માસિક રૂ 7200 અપાશે: તેડાગર બહેનોના પગારમાં 450 વધારો
આઇસીડીએસની યોજના માટે 2283 કરોડ ખર્ચાશે
મોટી જાહેરાત- આંગણવાડી અને તેડાગર બહેનોના વેતનમાં વધારો કરાયો
મા અને મા વાત્સલ્ય યોજનાના રાજયના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની
જેમ રૂ 5 લાખનું સુરક્ષા કવચ
મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ
આશા ફેસીલેટર બહેનોના મહેનતાણામાં મસિક રૂ 2000નો વધારો
પાલનપુર, દાહોદ ખાતે મેડિકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમાં
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ 4 માર્ચે પીએમ કરશે
ગાંધીનગર સોલા સિવિલ હોસ્પિટલને સુપરસ્પેશિયાલિટીમાં અપગ્રેડ કરાશે
ગુજરાતમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 363 સામૂહિક આરોગ્ય કેન્દ્રોના વિશાળ માળખા દ્વારા રૂ.3.82 કરોડ દર્દીઓને ઓપીડી સારવાર તેમ જ 43.3 લાખ દર્દીઓને અંદરના દર્દીઓ તરીકે સેવા પૂરી પાડવામાં આવી
શિક્ષણ
ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે,27,250 વિદ્યાસહાયકોની ભરતી કરાઈ છે
ડ્રોપ આઉટ રેશિયો 25-30 ટકાથી ઘટી 1.42 ટકા થયો
35 લાખ વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો
33.60 લાખ વિદ્યાર્થીઓને મફત ગણવેશ અપાયો
સર્વશિક્ષા અભિયાન હેઠળ 79,000થી વધુ વર્ગખંડ
32,800 શાળાઓમાં પાણી અને સેનિટેશનની સેવા ઉપલબ્ધ કરાઈ
27250 વિધ્યાસહાયકો અને શિક્ષણ સહાયકોની નિમણૂક
પોષણ અને આરોગ્ય માટે 54 લાખ 52 હજાર બાળકોને લાભઃ 1780 કરોડનો ખર્ચ
386 કરોડના ખર્ચે 6 લાખ યુવાનોને નમો ટેબલેટ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 80 લાખ વિદ્યાર્થીઓને 1055 કરોડનો ખર્ચ
૨૨૭ કોલેજમાં નમો ફ્રી વાઈફાઇ સુવિધા
ખેલ મહાકુભમાં 1.24 લાખ વિજેતાઓને રૂ 30 કરોડના ઇનામ
મોટી જાહેરાતઃ રાજ્યના 7.50 લાખ વૃદ્ધોના પેન્શનમાં 50 ટકાનો વધારો કર્યો
વૃદ્ધ પેન્શનરને 750 રૂપિયા મળશે
વૃદ્ધ પેન્શન હેઠળ 669 કરોડની જોગવાઈસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક આઠ નિગમો માટે રૂ. ૧૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક આઠ નિગમો માટે રૂ. ૧૫૦ કરોડની ફાળવણી કરાઈ.
અનુ. જાતિના 44હજાર વિદ્યાર્થિઓને 66 કરોડના ખર્ચે રહેવા જમવા ભણવાની સુવિધા
8 નવા સમરસ છાત્રાલયો શરૂ કરાશે
આદિજાતિ વિકાસ નિગમને વ્યક્તિલક્ષી ધીરાણ યોજનામાં દોઢ ગણો વધારો: 150 કરોડનો સપોર્ટ
જૈન સમાજના મહારાજશ્રીઓની સલામતી માટે અમદાવાદથી શંખેશ્વર સુધી રૂ.ર૦ કરોડના ખર્ચે ૧૦૩ કિ.મી લંબાઇની પગદંડી બનાવવામાં આવશે
એક લાખથી વધારે ટ્રેન વ્હીકલ યુનિટ ધરાવતા રેલવે ક્રોસિંગ ઉપર અંદાજે રૂ.૬,૫૦૦ કરોડના ખર્ચે ૧૩૫ રેલ્વે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવવાનું આયોજન
લોન લેનારા લોકો લોન સમયસર ભરતાં નથી, આવા લોકો માટે રાજ્ય સરકાર બેંક ગેરંટી આપશે
ફાટકમુક્ત ગુજરાત બનાવાશે,રેલવેના ફાટક માટે 6500 કરોડનું બજેટ
અમદાવાદથી શંખેશ્વરના રોડ પર જૈનાના સંતો માટે 103 કિલોમીટરનો 20 કરોડના ખર્ચે પગદંડી બનાવાશે
1200 બેડ સાથેની સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન પીએમ મોદી 4 માર્ચે કરશેઅગ્રણી શહેરોમાં ચાર રસ્તા પર ફલાયઓવર બનાવવાનો ખર્ચ રાજ્ય સરકાર આપશે
કુલ 75 ફ્લાયઓવર બનાવશે સરકાર
અમદાવાદમાં 20, રાજકોટમાં 8, સૂરતમાં 10, દાહોદ, ગોધરા, ભૂજ અને મહેસાણામાં 1 ફલાયઓવર સરકાર બાંધશે
મેટ્રોનું કામ 2020 સુધીમાં પૂર્ણ કરાશે
દાહોદ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડીયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં એક-એક એમ કુલ ૭૫ ફ્લાયઓવર બનાવવામાં આવશે
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ ૧૬,૦૦૦થી વધુ એકમોને એપ્રેન્ટિસ અધિનિયમ હેઠળ આવરી લઇ અત્યાર સુધીમાં ૭૨,૦૦૦થી વધુ એપ્રેન્ટિસ કોન્ટ્રાકટ થયાં
વર્ષ-૨૦૨૦ સુધીમાં રાજયના ૭૭,૮૦૦ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે
સરકારી ભરતીપ્રક્રિયાને ઝડપી બનાવી પાંચ વર્ષમાં ૧.૨૦ લાખથી વધુ યુવકયુવતીઓને સરકારી નોકરી આપવામાં આવી
મહાનગરપાલિકા-નગરપાલિકાઓની હદમાં આવરી લેવાયેલા નવા વિસ્તારોમાં પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ પૂરી પાડવા માટે રૂ.૫૦૦ કરોડ ફાળવવામાં આવશે
માનવકલ્યાણ યોજના અન્વયે નાના ધંધારોજગાર કરતાં લોકોને ધંધાને અનુરૂપ આધુનિક સાધન-ઓજારની કીટ આપવામાં આવશે. જેમાં ૨૮ ટ્રેડ માટે કુલ ૫૧,૯૦૦ લાભાર્થીઓને લાભ થશે
પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા તેમ જ યાત્રાધામો વિકાસ માટે વિવિધ આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા પાંચ વર્ષમાં રૂ. ૧૧૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યોશ્રમિક અન્નપૂર્ણા યોજનામાં છે જેનો અત્યાર સુધીમાં ૮૭ લાખથી વધુ શ્રમિકોએ લાભ લીધો ૬૬ લાખથી વધુ પરિવારો ૧૭ હજાર વાજબી ભાવની દુકાનો દ્વારા અન્ન સુરક્ષાનો લાભ મેળવે છે
1માર્ચથી વાજબી ભાવના દુકાનદારોને હાલમાં અપાતા કમિશન રૂ.૧૦૨ પ્રતિ ક્વીન્ટલમાં વધારો કરી રૂ.૧૨૫ પ્રતિ ક્વીન્ટલ કમિશન કરી આપવાનો નિર્ણય
ઉજજવલા યોજના હેઠળ રાજ્યમાં ૨૧.૬૦ લાખ LPG ગેસ જોડાણ અપાયાં વર્ષ ૨૦૧૮-૧૯માં PNG-LPG સહાય યોજના અંતર્ગત ૧૪ હજાર જેટલા લાભાર્થીઓને ગેસ જોડાણ પૂરાં પાડવામાં આવ્યાં
ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર અને કોમર્શિયલ રો-રો ફેરી સેવા શરૂ, વર્ષ ૨૦૧૭-૧૮માં બંદરો મારફત થયેલ પરિવહન ૩૧૧ મિલિયન મેટ્રિક ટન હતું, જે દેશના કુલ પરિવહનનો ૩૧% જેટલો માતબર હિસ્સો છે
ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી લાભાર્થીઓને સીધા બેંકખાતામાં મળવાપાત્ર લાભો જમા કરવામાં આવે છે. એપ્રિલ ૨૦૧૭થી અત્યાર સુધી રૂ.૯૦૦૦ કરોડનું ચૂંકવણું થયું
માર્ગ મકાન
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2019-20મા બે હજાર કરોડના રસ્તા,પુલોના કામો મંજૂર
33497 ગામ પરાને માર્ગોથી જોડી દેવાયા
મહાનગરોમા 950 કી.મીના 3500 કરોડના કામો પ્રગતિમા
6500 કરોડના ખર્ચે 135 રેલ્વે ઓવરબ્રીજ બનાવાશે: 75 ના કામો પ્રગતિમા
નેશનલ હાઇવે પર આઠ ફ્લાય ઓવર
ઘડુલી-સાંતલપુર વેનું કામ રૂ 323કરોડ ના ખર્ચે શરૂ કરાયુ
અમદાવાદ શંખેશ્વર 20 કરોડના ખર્ચે 103 કી.મી. પગદંડી બનાવાશે
૧૧ તાલુકા સેવા સદન 125 કરોડના કામો સહિત 709 મકાનોના કામ રૂ 4447 કરોડ ખર્ચાશે
છેલ્લા બે વર્ષમા 595 કરોડના ખર્ચ 2285 કવાર્ટરનુ બાધકામ પૂર્ણ 333 કરોડના ખર્ચે 1532 કવાર્ટરના કામો પ્રગતિ મા
સરકારી ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને પારદર્શી બનાવીને છેલ્લા પાંચ વર્ષમાં ૧ કરોડ ૨૦ લાખથી વધુ યુવક-યુવતીઓને સરકારી નોકરી આપવામાં આવી છે.
છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા 17 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી.
૧૬ હજારથી વધુ એકમો સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યાં 72 હજારથી વધુ એપ્રેન્ટીસ કોન્ટ્રાક્ટ થયા.
શ્રમિકોને ફક્ત ૧૦ રૂપિયા મા ભોજનની સુવિધા પૂરી પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 87 લાખથી વધુ શ્રમિકોને ફાયદો
ભારત નેટ ફેજ-ટુ માટે gujarat fiber grid નેટવર્ક અંતર્ગત ૭૫૨૨ ગ્રામ પંચાયતને આવરી લેવાશે. બાકીની પંચાયતોને ભારતનેટ ફેજ-૧ હેઠળ આવરી લેવામાં આવી
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી માટે રાજ્ય સરકારે ગાંધીનગરમાં 10 એકર જમીન ફાળવેલ છે.
દેશવ્યાપી ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક system project ગુજરાતને પ્રથમ સ્થાન
ઈ-ગુજકોપ પ્રોજેક્ટને NCRB બેસ્ટ પ્રેકટીસ એવોર્ડ
સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ૧૧૭૫ લોકેશન પર ૭૪૬૩ CCTV કેમેરા લગાડવામાં આવનાર છે.
પોલિસ દળમાં આગામી વર્ષમાં 9713 જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે, જેમાં 554 જેલ સિપાઈનો સમાવેશ થાય છે
નાણાકીય વ્યવસ્થાપન
રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી, છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાંના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
વર્ષ 2016-17 માં રાજ્ય સરકારની આવક 64,443 કરોડ હતી તે વર્ષ 2017-18 માં વધીને 71,549 કરોડ થઇ છે.
વર્ષ 2018 -19 ના અંદાજમાં ચોખ્ખી લેવડદેવડ મુજબ રુ.783.02 કરોડની પુરાંત રહેશે એવી ધારણા હતી. વર્ષના અંતે ચોખ્ખી લેવડદેવડ મુજબ સુધારેલ અંદાજમાં રુ. 1374.18 કરોડની પુરાંત રહેવાની ધારણા છે.
પાણી પુરવઠો
અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિદ્વારકા, કચ્છ ખાતે આઠ ડીસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે
7 જિલ્લામા 2800 કરોડના 10 પાણી પુરવઠા યોજના કામો પ્રગતિમાં
પોરબંદર જિલ્લાના 84 ગામ, 4 શહેરોમાં -રૂ 118 કરોડના કામ પ્રગતિમાં
૧૩૫ કરોડના ખર્ચે અંજારથી કૂકમા બલ્ક પાઇપલાઇન કામ પ્રગતિમાં
પાટણ જિલ્લામાં 48 ગામોમા 94કરોડના કામો પ્રગતિમાંસ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ પાચ વર્ષમા 3056 કરોડ ખર્ચાયાં
વન અને પર્યાવરણ
એશિયાઈ સિંહોના સંરક્ષણને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ લાયન સ્વરૂપે 97.85 કરોડના ખર્ચે લાંબાગાળાનું આયોજન કરવામાં આવેલ છે
બંદરો અને વાહન વ્યવહાર
વર્ષ 2017 18માં ગુજરાતના બંદરો મારફત થયેલ પરિવહન ૩૧૧ મિલિયન મેટ્રિક ટન હતું જે દેશના કુલ પરિવહનનો ૩૧ ટકા જેટલો માતબર હિસ્સો છે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ હાલ ૮૦૦૦થી વધુ બસો ચલાવે છે
વર્ષ 2019-20માં ૧૪૫૦ નવી બસો વસાવવામાં આવશે
|