રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 3548: 394ને ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં રોજે-રોજ જે નવા કેસો સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતા વધારી રહ્યા છે. આગામી 3 મે ના રોજ બીજા લોકડાઉનની અવધી પૂરી થવા જઈ રહી છે પરંતુ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. ત્યારે લોકોએ જ સમજવું પડશે અને સાવચેતી રાખીને કોરોનાને માત આપવાની દિશામાં મહત્વપૂર્ણ કામ કરવું પડશે. સરકાર દ્વારા પણ કોરોના વાયરસને નાથવાના સતત અને સખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને પોલીસ જવાનો, આરોગ્ય કર્મચારીઓ, ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પત્રકારો સહિતના અનેક કોરોના યોદ્ધાઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. 

કોરોના વાયરસથી અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 3548 પર પહોંચ્યો છે. જેમાં 31 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે 2961 દર્દીઓની હાલત સ્થિર છે. આ ઉપરાંત 394 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 164 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 53575 જણ પર કોરોનાની ટેસ્ટ હાથ ધરવામાં આવી છે. જેમાંથી 3548 કેસ પોઝિટીવ આવ્યા છે અને 50027 કેસ નેગેટીવ આવ્યા છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 2378 પર પહોંચ્યો અને કુલ 109 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 240 કેસ નોંધાયા અને 13 લોકોના મોત થયા છે. સુરતમાં કુલ 556 કેસ નોંધાયા અને કુલ 19 લોકોના મોત થયા છે. રાજકોટમાં 46 કેસ નોંધાયા અને કુલ 5 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 30 કેસ, ભાવનગરમાં 40 કેસ, આણંદમાં 51 કેસ, ભરૂચમાં 29 કેસ, પાટણમાં 17 કેસ, પંચમહાલમાં 20 કેસ, બનાસકાંઠામાં 28 કેસ, નર્મદામાં 12 કેસ, છોટાઉદેપુરમાં 13 કેસ, કચ્છમાં 6 કેસ, મહેસાણામાં 7 કેસ, બોટાદમાં 13 કેસ, પોરબંદરમાં 3 કેસ, દાહોદમાં 4 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, ખેડામાં 3 કેસ, જામનગરમાં 2 કેસ, મોરબીમાં 1 કેસ, સાબરકાંઠામાં 3 કેસ, અરવલ્લીમાં 18 કેસ, મહીસાગરમાં 10 કેસ, તાપીમાં 1 કેસ, વલસાડમાં 5 કેસ, નવસારીમાં 3 કેસ, ડાંગમાં 2 કેસ અને સુરનેદ્રનગરમાં 1 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો 3548 પર પહોંચ્યો છે.

આમદાવાદમાં વધુ એક કોંગ્રેસી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બહેરામપુરાના કોંગ્રેસના કાઉન્સિલર કમળાબેન ચાવડાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. કમળાબેનને બે દિવસથી શારીરિક ગભરામણ થવાની સમસ્યા થઈ રહી હતી. જેના બાદ કમળાબેન ચાવડાને  SVP માં ભરતી કરાયા હતા. તેમનો  કોરોના રિપોર્ટ કઢાવતા એ પોઝિટિવ આવ્યો છે.

લોકોની સુરક્ષામાં ખડેપગે તૈનાત પોલીસ અધિકારી તથા કર્મચારી સહિત 92 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના કારણે તેમની સાથે ફરજ બજાવતા અન્ય 479 કર્મીઓને હોમ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે. આ સામે 13 પોલીસકર્મીઓ સાજા પણ થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]