ગાંધીનગર– રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોની સમીક્ષા કામગીરી પૂર્ણ થઇ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે મંગળવારે બાકી રહેલ રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢ એમ ચાર લોકસભા બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોની સમીક્ષા કામગીરી પૂર્ણ થઇ હતી.ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર કમળ ખીલવવા માટે ભાજપના લાખો કાર્યકરો કટિબદ્ધ છે.વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જે તે લોકસભા બેઠક પર જે કોઇ નામની પસંદગી કરવામાં આવશે તેને વિજયી બનાવવા માટે ભાજપાના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, શુભેચ્છકો સૌ કોઇ કૃતનિશ્ચયી છે. સૌ કોઇનો એક જ સૂર છે કે દેશના વિકાસ માટે, દેશની શાંતિ, સલામતિ અને સુરક્ષા માટે નરેન્દ્રભાઇ મોદીને ફરીથી દિલ્હીની ગાદી પર બેસાડવા. જ્યારે બીજી તરફ કોંગ્રેસ અત્યારથી જ આ લોકસભાની ચૂંટણી હારી ગઇ હોય તેમ ચૂંટણીના મેદાનમાં ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓને પોતાના નેતા પર જ ભરોસો નથી ત્યારે ગુજરાતની જનતા કોંગ્રેસ પર ભરોસો કઇ રીતે કરી શકે ? કોંગ્રેસ પાસે નથી નેતા, નથી નેતૃત્વ કે નથી નીતિ, ત્યારે નેતૃત્વવિહિન અને દિશાવિહિન કોંગ્રેસ અત્યારથી જ ગુજરાતમાં ચૂંટણી મેદાન છોડી ચૂકી છે.ત્રણ દિવસીય ગુજરાત ભાજપાની પ્રદેશ સંસદીય દળની બેઠકમાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોની સમીક્ષા કરવામાં આવી હતી. સ્થાનિક કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને શુભેચ્છકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી, તે રજૂઆતોને ધ્યાનમાં લઇને લોકસભાદીઠ સંભવિત ઉમેદવારોની યાદી બનાવવામાં આવી હતી.
આધારભૂત સૂત્રોથી મળતી માહિતી મુજબ પેનલમાં આ નામ હોવાની સંભાવનાઓ….
1. વડોદરા રંજન ભટ્ટ વર્તમાન સાંસદ જ્યોતિબહેન પંડ્યા (મહિલા મોરચા પ્રમુખ) ભાર્ગવ ભટ્ટ (ઉપાધ્યક્ષ) શબ્દશરણ ભટ્ટ (મહામંત્રી)2. ભરૂચ મનસુખ વસાવા વર્તમાન સાંસદ ઘનશ્યામ પટેલ સહકારી આગેવાન દર્શના દેશમુખ ભરતસિંહ પરમાર 3. વલસાડ 4. નવસારી 5. બારડોલી 6.સૂરત 7. દાહોદ 8. ખેડા 9. આણંદ 10.છોટા ઉદેપુર 11. પંચમહાલ 12.મહેસાણા :- જયશ્રીબહેન પટેલ 13.પાટણ :- લીલાધર વાધેલા 14.. બનાસકાંઠા :- હરિભાઈ ચૌધરી 15.સાબરકાંઠા :- દીપસિંહ રાઠોડ ડો મહેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણપ્રધાન ભીખુસિંહ પરમાર મોડાસા વિધાનસભા ઇન્ચાર્જ 16. જામનગર :- પૂનમ માડમ 17.અમરેલી :- નારણ કાછડીયા 18. ભાવનગર :- ભારતીબહેન શિયાળ 19.સુરેન્દ્રનગર :- દેવજી ફતેપરા 20..ગાંધીનગર :- એલ.કે.અડવાણી 21 અમદાવાદ પૂર્વ :- પરેશ રાવલ 22. અમદાવાદ પશ્ચિમ :- કિરીટ સોલંકી 23.રાજકોટ :- મોહન કુંડારીઆ 24.કચ્છ :- વિનોદ ચાવડા 25.પોરબંદર :- વિઠ્ઠલ રાદડિયા 26.જૂનાગઢ :- રાજેશ ચૂડાસમા |
આગામી દિવસોમાં જ્યારે કેન્દ્રીય સંસદીય દળની બેઠક મળશે ત્યારે ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની તૈયાર કરેલ યાદી કેન્દ્રીય સંસદીય દળ સમક્ષ રજૂ કરશે તેમ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું.