ગાંધીનગર-ગુજરાત રાજ્યનું પૂર્ણ કક્ષાનું લેખાનુદાન આગામી જુલાઈ માસમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યનું પૂર્ણ બજેટ રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે.મળી રહેલી માહિતી મુજબ જુલાઈમાં યોજાનારું બજેટ સત્ર 19થી 23 દિવસનું રહેશે. બજેટ સત્ર દરમિયાન 12 દિવસ અંદાજપત્રની માગણીઓ પર વિધાનસભામાં ચર્ચા કરવા ફાળવાયાં છે.તો 3 દિવસ સરકારી વિધેયકો માટે ફાળવાશે.આપને જણાવીએ કે લોકસભાની ચૂંટણીને કારણે વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લેખાનુદાન લેવાયું હતું, જેમાં જરુરી ખર્ચા માટેનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. નાણાંપ્રધાન નિતીન પટેલ આગામી જુલાઈમાં 2019-20ના પુરા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે.સુધારેલા બજેટને રજૂ કરવા માટે સચિવાલયના તમામ વિભાગોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. 3 દિવસ સરકારી વિધેયકો માટે ફાળવાશે.