આખરી મતદારયાદીઃ કુલ 4.51 કરોડ મતદાતા, ૧૦,૦૬,૮૫૫ યુવા પહેલીવાર મત આપશે

અમદાવાદ-  મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૧૯ અંતર્ગત તા. ૦૧.૦૯.૨૦૧૮ ના રોજ મતદારયાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૧૯ અંતર્ગત તા.૩૧.૦૧.૨૦૧૯ ના રોજ  મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી અને પુરવણી-૧ તૈયાર કરવામાં આવી. ગુજરાતમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦  મતદારો પૈકી ૧૮-૧૯ વર્ષ વયજૂથના યુવા મતદારોની સંખ્યા ૧૦,૦૬,૮૫૫ છે.

૦૧.૦૯.૨૦૧૮ ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દાની સ્થિતિએ મતદારો

પુરુષ             :           ૨,૨૯,૧૮,૮૯૪ 

સ્ત્રી                :           ૨,૧૧,૫૫,૫૪૫ 

ત્રીજી જાતિ       :                        ૮૩૪ 

કુલ મતદારો     :            ૪,૪૦,૭૫,૨૭૩

 

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૧૯ દરમ્યાન પુરવણી-૧માં ઉમેરાયેલ (Net Addition) મતદારો          (તા.૦૧.૦૯.૨૦૧૮ થી તા.૩૧.૦૧.૨૦૧૯ દરમ્યાન)

પુરુષ            :           ૩,૩૭,૬૧૮

સ્ત્રી               :           ૩,૩૩,૦૬૯

ત્રીજી જાતિ      :                    ૨૧૯ 

કુલ મતદારો    :             ૬,૭૦,૯૦૬

 

તા. ૩૧.૦૧.૨૦૧૯ અંતિત મતદારયાદીની આખરી પ્રસિદ્ધિની સ્થિતિએ મતદારો

પુરુષ            :         ૨,૩૨,૫૬,૬૮૮

સ્ત્રી               :         ૨,૧૪,૮૮,૪૩૭

ત્રીજી જાતિ     :                    ૧,૦૫૪

કુલ મતદારો     :         ૪,૪૭,૪૬,૧૭૯  (૪,૪૦,૭૫,૨૭૩  + ૬,૭૦,૯૦૬ )

 

૩૧.૦૧.૨૦૧૯ના રોજ આખરી પ્રસિદ્ધિ બાદ સતત સુધારણા (પુરવણી-૨) હેઠળ ઉમેરો (Net Addition) થયેલ મતદારો (તા.૦૧.૦૨.૨૦૧૯ થી તા.૨૫.૦૩.૨૦૧૯ દરમ્યાન)

પુરુષ            :         ૨,૩૨,૫૬,૬૮૮

સ્ત્રી               :         ૨,૧૪,૮૮,૪૩૭

ત્રીજી જાતિ      :                   ૧,૦૫૪

કુલ મતદારો     :         ૪,૪૭,૪૬,૧૭૯  (૪,૪૦,૭૫,૨૭૩  + ૬,૭૦,૯૦૬ )

 

લોકસભા ચૂંટણી -૨૦૧૯ દરમ્યાન ઉપયોગમાં લેવાનાર મતદારયાદી પરત્વે મતદારોની અદ્યતન  સ્થિતિ :-

પુરુષ          :         ૨,૩૪,૨૮,૧૧૯                

સ્ત્રી             :        ૨,૧૬,૯૬,૫૭૧                 

ત્રીજી જાતિ    :                     ૯૯૦                       

કુલ મતદારો  :         ૪,૫૧,૨૫,૬૮૦