પ્રભાસક્ષેત્ર ગોલોકધામમાં સંગીત-નૃત્ય-ગાયનના ત્રિવેણીસંગમ સાથે સૂર આરાધના

સોમનાથઃ આગામી 5 તારીખના રોજ સોમનાથ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ગાર્ડન ખાતે પ્રભાતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કલાના સાધકો સંગીત-નૃત્ય-ગાયનના ત્રિવેણી સંગમ સાથે સૂર આરાધના કરશે. આ કાર્યક્રમમાં લલીતાબેન ઘોડાદ્રા, નીરજભાઇ પરિખ, અમીબેન પરિખ, વિપુલ ત્રિવેદી, અભય દુબે, સહિતના અનેક કલાકારો પોતાની કલાના અજવાળા પાથરશે.

6 તારીખના રોજ શનિવારે પ્રતિપદાના સૂર્યોદય સમયે સૂર્યના પ્રથમ કિરણો સોમનાથ તીર્થધામમાં પડતાની સાથે જ કાર્યક્રમ સ્થળે સૂર્યદેવના સૂરોથી વધામણા કરવામાં આવશે.

ગોલોકધામ ખાતે 6 તારીખના રોજ વિશેષ પૂજા કરવામાં આવશે. જેમાં વિગ્રહ પૂજન, વિષ્ણુયાગ, પાદુકાપૂજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રાતઃ  કાલે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય ગોલોકધામ તીર્થમાં ધ્વજા રોહણથી ઉત્સવની શરૂઆત કરવામાં આવશે. શ્રીવિષ્ણુયાગ યજ્ઞ વેજાણંદભાઇ વાળા પરિવારના યજમાન પદે યોજાશે.

બપોરે દાઉજીએ જ્યાંથી પાતાળલોકમાં પ્રવેશ કર્યો હતો, તે ગુફા ખાતે પૂજન, સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીજી એ પ્રભાસમાં ચાતુર્માસ દરમ્યાન કરેલા શાસ્ત્રોક્ત અભ્યાસ સાથે કરેલ કાલગણના મુજબ ૧૮ ફેબ્રુઆરી ઇ.સ. ૩૧૦૨ વર્ષ પહેલા, ચૈત્ર શુક્લ પ્રતિપદા, શુક્રવારે હિરણના આ પાવન સ્થળેથી પોતાના સ્થૂળ શરીરને આ ભૂમિમાં સમાવિષ્ટ કરી વિદયુત સ્વરૂપે નિજધામ પ્રસ્થાન મધ્યાન્હે ૨ કલાક ૨૭ મીનીટ અને ૩૦ સેકન્ડ સમયે કરેલ. આ સમયે પાદુકા અભિષેક, પૂજન -શંખનાદ-બાંસુરીવાદન પુષ્પાંજલિ યોજાશે. સોમનાથ યુનિ. ના છાત્ર-છાત્રાઓ દ્વારા ગીતા મંદિરે સમૂહ ગીતાપાઠ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર- સંસ્કાર ભારતી,ગુજરાત પ્રાંત અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાસ-ગરબા, શ્રી કૃષ્ણ સંકીર્તન યોજાશે. તેમજ સાંજે શ્રીકૃષ્ણ ચરણપાદુકાજીની સહસ્ત્ર દીપ દ્વારા સમૂહ આરતી યોજાશે.

તા.૦૬.૦૪.૨૦૧૮ ના ગોલોકધામ ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા
કાર્યક્રમ સમય કાર્યક્રમ સમય
મંદિર ખુલશે પ્રાતઃ  ૬-૦૦ કલાકે બળદેવજી પૂજન-પાદુકા પૂજન મધ્યાન્હ ૧-૪૫ કલાકે
મંગળા આરતી “”   ૬-૩૦ “” શંખનાદ-જયઘોષ-બાંસુરીવાદન   “”  ૨-૨૭ “”
દૈનિક પૂજન “”   ૭-૦૦ “” ગીતાપાઠ   “”  ૩-૦૦ “”
શૃંગાર આરતી “”   ૮-૦૦ “” વિષ્ણુયાગ પૂર્ણાહૂતિ  સાયં  ૫-૩૦ “”
નૂતન ધ્વજા રોહણ “”   ૮-૩૦ “” સાંસ્કૃતિક કાર્યક્રમ  “” ૫-૩૦ થી ૭-૦૦
હોમાત્મક વિષ્ણુયાગ પ્રારંભ “”   ૯-૦૦ “” શ્રીકૃષ્ણ ચરણપાદુકા મહાઆરતી  “”   ૭-૦૦  “”
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]