વડોદરા: આ વર્ષે લલનીનોને કારણે ગુજરાત સહિત દેશમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતે એક વાવાઝોડાનો પણ સામનો કર્યો છે. પરંતુ આ વવાઝાડોનું ઉદ્દભવ સ્થાન જમીન હતું એ માટે એટલુ વિનાશક રૂપ ન્હોતું લય શક્યું. જ્યારે વરસાદે તો મહેરની જગ્યા પર કહેરનું સ્વરૂપ લીધું હતુ.
વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારને ઘમરોળી ને પાણી-પાણી કરી મુક્યા હતા. જ્યારે વડોદરાને તો વિશ્વામિત્રીના પુર બાદ આફર ઈફ્કેટ સ્વરૂપે મગરો એ મુક્યું નહતું. બારે મેઘ ખાગામાં કેટલાકની જાનહાનિ થઈ તો કેટલાકને માલહાનિ થઈ. આ તમામ લોકો સરકારના સહારાની રાહે બેઠા હતા. આખરે આજે વડોદરાના પૂર અસરગ્રસ્તોના પુન: વસવાટ અને ધંધા રોજગારને પુન: કાર્યાન્વિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારીધારકને 5,000 સુધીની રોકડ સહાય જ્યારે પાકી દુકાન ધરાવતાં લોકોને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં લારી ધારકોથી માંડીને માસિક 5 લાખથી વધુનું ટર્નઓવર કરતાં વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોને કેટલી મળશે સહાય
મળતી માહિતી મુજબ નાના લારીકે રેકડી ધારકોને ઉચ્ચક રૂપિયા 5000ની રોકડ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000 ની, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000ની, માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવા મોટા દુકાનધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7%ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.