બોટાદમાં દેશી દારૂ પીવાથી ચારનાં મોતઃ લઠ્ઠાકાંડ?

અમદાવાદઃ બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો છે, જેમાં ધંધુકામાં અને બરવાળામાં દેશી દારૂ પીવાથી ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકોને હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં તમામ અસરગ્રસ્તોને બોટાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા બંને ગામની રોજિંદી મુલાકાત લેવામાં આવી  છે. બોટાદના કથિત લઠ્ઠા કાંડમાં પોલીસે ચાર વ્યક્તિનાં મોતની પુષ્ટિ કરી છે, જ્યારે અન્ય લોકો સારવાર હેઠળ છે અને મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે.

ધંધુકામાં ચાર વ્યક્તિઓનાં મોત દેશી દારૂ પીવાથી મોત થયાની આશંકા છે. હાલમાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તમામ મૃતકોએ બોટાદના રોજિદ ગામે દારૂ પીધો હોવાની જાણકારી મળી છે.

(ફોટોઃ પ્રતિકાત્મક છે)બોટાદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતકોના મૃતદેહ મોકલવામાં આવ્યા છે. આ મૃતકોનાં પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવે એ પછી વધુ ખુલાસો બહાર પડશે, એમ અધિકારીએ કહ્યું હતું.