નવી દિલ્હીઃ મહિસાગર જિલ્લામાં અત્યારે એક કરતા વધારે વાઘ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે ફરીએકવાર વાઘ દેખાયો છે. ત્યારે હવે વાઘ અને વાઘણ હોવાની વાત વન વિભાગના સુત્રોએ કહી છે. ત્યારે સમગ્ર ઘટના બાદ વન વિભાગ ફરીથી હરકતમાં આવ્યું છે. વનપ્રધાન ગણપત વસાવાએ તાત્કાલિક બેઠક બોલાવી છે. ત્યારે ચર્ચા એવી પણ છે કે આખા વાઘ પરિવારે ડાંગમાં ધામા નાંખ્યા છે.
મહિસાગરમાં ફરીથી એકવાર વાઘ દેખાવાની ઘટનાની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. ત્યારે આ મામલે રાજ્યના વનપ્રધાન ગણપત વસાવાએ બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે.
સમગ્ર મામલે વનવિભાગે જણાવ્યુ કે ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે . અગાઉ 25 જેટલા મારણ પણ થયા હતા. 7થી 8 વર્ષનો વાઘ મહિસાગરમાં જોવા મળ્યો છે. ગુજરાતની આસપાસ MP, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વાઘ છે MPના ઉજ્જૈનની આસપાસથી વાઘ ગુમ થયાના મેસેજ મળ્યા હતા.
વન વિભાગે જણાવ્યું કે ત્રણેય રાજ્યો સાથે ગુજરાતનું વન વિભાગ સંપર્ક કરશે અને આ સાથે જ વાઘ માટે કામ કરતી સંસ્થાને જાણ કરવામાં આવશે. તો સાવચેતી માટે સ્થાનિકોને જાગૃત પણ કરવામાં આવશે. વાઘને લઈને સર્વે કરવામાં આવશે અને ત્યાર બાદ તેને ક્યાં રાખવો તે અંગે કાર્ય કરવામાં આવશે. મહત્વનું છે કે ભારત સરકાર દર વર્ષે 4 સર્વે કરાવે છે. છેલ્લે 1989માં ડાંગમાં વાઘ જોવા મળ્યા હતા.
મહિસાગર જિલ્લામાં બે દિવસ પહેલા જોવા મળેલું વન્ય પ્રાણી વાઘ જ હોવાની વન વિભાગ તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. બે દિવસ પહેલા એક શિક્ષકે દાવો કર્યો હતો કે તેણે એક વાઘની તસવીર ક્લિક કરી છે. જે બાદમાં વન વિભાગની ટીમે વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.